નવી રણનીતિ / કોરોના અટકાવવા શું AMCની આ નવી રણનીતિ ફરીથી સંક્રમણ અટકાવી શકશે?

coronavirus amc containment zone

દિવાળીના તહેવારોમાં મ્યુનિ. તંત્ર દ્વારા લોકોને જે પ્રકારે છૂટછાટ અપાઈ અને આ છૂટછાટનો મોટા પાયે ગેરલાભ ઉઠાવીને અનેક લોકોએ બજારમાં ઊમટી પડીને બેફામ વર્તન દાખવ્યું તેનાં પરિણામે શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. નવરાત્રિ વખતે કંઈક અંશે કોરોનાનાં સંક્રમણને આગળ ફેલાતું રોકવામાં તંત્રને સફળતા મળી હતી, પરંતુ દિવાળીની ઉજવણીએ તેના પર પાણી ફેરવ્યું છે. હવે સમગ્ર અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હોઈ સત્તાવાળાઓ પણ નવી નવી રણનીતિને અમલમાં મૂકી રહ્યા છે, જેમાં માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વધારો કરીને કોરોનાને રોકવાનું આયોજન અમલમાં મુકાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ