Team VTV10:59 AM, 25 May 20
| Updated: 11:50 AM, 25 May 20
ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને લઇને જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે તંત્ર દ્વારા આપવામાં આવતાં હેલ્થકાર્ડને લઇને છેતરપિંડી કરી નકલી હેલ્થકાર્ડ બનાવી આપનાર આરોપીની કાગઠાપીઠ પોલીસે ધરપકડ કરી છે.
અમદાવાદમાં નકલી હેલ્થકાર્ડ બનાવનારની કાગઠાપીઠ પોલીસે કરી ધરપકડ
શાકભાજી અને કરીયાણાના વેપારી પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા
પોલીસે આરોપી સાથે સંડોવાયેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી
અમદાવાદ શહેરમાં નકલી હેલ્થકાર્ડ બનાવનારની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં નકલી હેલ્થકાર્ડ બનાવી રૂપિયા પડાવતા આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
શહેરના કાગડાપીઠ પોલીસે વિમલ ભક્તિ પ્રસાદ નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ શાકભાજી અને કરીયાણાના વેપારી પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. શાકભાજી અને કરીયાણાના વેપારી પાસેથી હેલ્થકાર્ડ આપવાના નામે છેતરપિંડી કરતો હતો.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ આરોપી 250 રૂપિયામાં હેલ્થકાર્ડ બનાવીને આપતો હતો. જેમાં તેણે 11 લોકોને હેલ્થ કાર્ડ બનાવ્યાની પહોંચ પણ આપી હતી. કાગઠાપીઠ પોલીસે આરોપી સાથે સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે.