બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / corona virus third wave can be stopped niti ayog experts statement

મોટા સમાચાર / ભારતમાં આ રીતે રોકી શકાશે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાંતોએ આપ્યો ઉપાય

Arohi

Last Updated: 04:13 PM, 22 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 જૂનથી નવી વેક્સિન નીતિને લાગુ કરી દીધી છે અને દેશમાં વેક્સિનનો મફત ડોઝ આપવાનું એલાન કર્યું છે.

  • કોરોનાની ત્રીજી લહેર રોકવી આપણાં હાથમાં 
  • કોરોનાથી બચવા સરકારની ગાઈડલાઈનનું પાલન કરો 
  • દેશમાં વેક્સિનેશન મહાઅભિયાનની થઈ ગઈ છે શરૂઆત

નીતિ આયોગના સદસ્ય વી કે પોલે મંગળવારે કહ્યું કે કોરોના મહામરીની ત્રીજી લહેરને રોકવી આપણા હાથમાં છે. તેમણે કહ્યું કે જો આપણે કોવિડથી બચવા માટે ગાઈડલાઈનનું પાનલ કરીએ અને દરેક વ્યક્તિ વેક્સિન લગાવી લે તો ત્રીજી લહેરેને આવવાથી કોઈ રોકી નહીં શકે. જણાવી દઈએ કે સોમવારે દેશમાં વેક્સિનેશન મહાઅભિયાનની શરૂઆત થઈ ગઈ છે. 

એક જ દિવસમાં આપવામાં આવી 86.16 લાખ વેક્સિન 
કાલનો દિવસ દેશભરના વેક્સિનેશન અભિયાન માટે ઔતિહાસીક રહ્યો છે. કાલે એક દિવસમાં વેક્સિનના 86.16 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. તેના પર પોલે કહ્યું કે એક દિવસનો આ આંકડો દર્શાવે છે કે દેશમાં વેક્સિનેશન અભિયાન આવનાર દિવસો અને અઠવાડિયામાં મોટા પાયે પહોંચી જશે. 

વેક્સિનના મફત ડોઝ આપવાનું એલાન 
જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 જૂનથી નવી વેક્સિન નીતિ લાગુ કરી દીધી અને દેશમાં વેક્સિનના મફત ડોઝ આપવાનું એલાન કર્યું છે. જે હેઠળ કેન્દ્ર સરકાર વેક્સિન ખરીદશે અને રાજ્ય સરકારોને ઉપલબ્ધ કરાવશે. 18 વર્ષથી વધારે ઉંમરના દરેક લોકો કોઈ પણ વેક્સિનેશન સેન્ટર પર જઈને ડોઝ લઈ શકે છે. 

આ સમય પણ જતો રહેશે 
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, "આ બધુ કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે યોજના અને તાલમેલના કારણે આ સંભવ થયું છે." પોલે કહ્યું કે, "ત્રીજી લહેર આવે છે કે નહીં એ આપણાં હાથમાં છે. જો આપણે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીએ છીએ અને વેક્સિન લઈએ છીએ તો ત્રીજી લહેર કઈ રીતે આવી શકે? ઘણા દેશ એવા છે જ્યાં બીજી લહેર પણ નથી આવી. જો આપણે આ બધી વાતોનું ધ્યાન રાખીએ છીએ તો આ સમય પણ જતો રહેશે. "

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Niti Ayog Third Wave experts statement કોરોના કોરોના વાયરસ કોરોનાની ત્રીજી લહેર નીતિ આયોગ corona
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ