કોરોના વાયરસ / શરમ કરો અને હવે 31 માર્ચ સુધી ઘરમાં રહેજો, પોતાનું નહીં તો બીજાનું વિચારો

corona virus Lockdown curfew people on road gujarat

​રાજ્યમાં કોરોના ગંભીર રૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. એક પછી એક કેસો સતત વધતા જઈ રહ્યા છે. પરંતુ એવું લાગી રહ્યું છે આ રાજ્યની અમુક જનતાને મરવું જ પસંદ છે. આ શબ્દો કહેવા ન જોઈએ. પરંતુ આજે અમે આવું કહેવા મજબૂર બન્યા છે. કારણ કે, એક તરફ સરકાર લાખ પ્રયાસો કરી રહી છે. પોલીસ તંત્ર ખડે પગે ઉભું છે. ડૉક્ટરો રાત-દીવસ કોરોના સામે લડી રહ્યા છે. જ્યારે આ શરમ વિનાની જનતા પ્રતિબંધ છતાં બહાર રખડપટ્ટી કરી રહી છે. ત્યારે શરમવિનાની અને બહાનેબાજ જનતાની નક્કામી બહાનેબાજી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ