Corona vaccine will now be produced in this city of Gujarat, Health Minister Mandvia tweeted.
વેક્સિન /
હવે કોરોના વૅક્સિનનું ઉત્પાદન ગુજરાતના આ શહેરમાં થશે, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી
Team VTV01:37 PM, 10 Aug 21
| Updated: 02:19 PM, 10 Aug 21
હવે ગુજરાતમાં આ જગ્યાએ બનશે ભારત બાયોટેકની કોવેક્સિન, કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી આપી જાણકારી
કોરોનાને નાથવા ગુજરાત બનશે અગ્રેસર
આ જગ્યાએ બનશે ભારત બાયોટેકની કોવેક્સિન
કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી
ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે હવે ગુજરાતમાં કોરોના વેક્સિનનું ઉત્પાદન થશે. ભારત સરકારે વેક્સિન ઉત્પાદન માટે મંજૂરી આપતા હવે મનસુખ માંડવિયાએ ટ્વીટર દ્વારા જાણકારી આપતા જણાવ્યું કે ભારત બાયોટેક કોવેક્સિનનું ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં થશે.
Govt of India approves vaccine manufacturing facility for production of @BharatBiotech's #Covaxin in Ankleshwar, Gujarat.
Following PM @NarendraModi ji's vision of #SabkoVaccineMuftVaccine, this will increase vaccine availability & accelerate the world’s largest vaccine drive.
ગુજરાતમાં થશે ભારત બાયોટેક કોવેક્સિનનું ઉત્પાદન, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણકારી આપી જોકે ગુજરાતની ધરા ઉપર વૈશ્વિક મહામારીને નાથવા માટે ગુજરાતમાં જ કોરોના વેક્સિનનું ઉત્પાદન હાથ ધરાશે તે મહત્વનું મનાઈ રહ્યું છે.
આ જગ્યાએ બનશે ભારત બાયોટેકની કોવેક્સિન
મહત્વનું છે કે કોરોના સંક્રમણ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે પરતું હજું પણ ભારતમાં કોરોના કેસના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં હજુ પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં જ કોરોનાની વેક્સિનનું ઉત્પાદન થતા ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે ભરૂચ અંકલેશ્વર સ્થિત ભારત બાયોટેક કોવેક્સિનનું ઉત્પાદન થશે.
રાજ્યમાં કોરોના 24 કલાકમાં કેસની સંખ્યા
જો ગુજરાતમાં કોરોના કેસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 કેસ સામે આવ્યા છે 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું.
દેશમાં કોરોના 24 કલાકમાં કેસની સંખ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,208 નવા કેસ નોંધાયા છે અને 41,511 લોકોએ કોરોનાને માત આપી છે જ્યારે દેશમાં 13 દિવસ બાદ નોંધાયા 30 હજારથી ઓછા કેસ નોંધા છે અને 24 કલાકમાં 373 સંક્રમિતોના મોત