બ્રેકિંગ ન્યુઝ
VTV / corona vaccine protection against death
Arohi
Last Updated: 11:47 AM, 23 June 2021
ADVERTISEMENT
ICMR-NIEએ એક એનાલિલિસે જણાવ્યા અનુસાર કોરોના વાયરસના કારણે થતી મોતને રોકવા માટે વેક્સિન ખાસ અસરકારક છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વેક્સિનનો પહેલો ડોઝ મોતને રોકવામાં 82 ટકા સુધી અસરકારક છે. જ્યારે બન્ને ડોઝ 95 ટકા સુધી મોતથી બચાવી શકે છે.
શા માટે ભેગો કરવામાં આવ્યો આ ડેટા?
તમિલનાડુ પોલીસ વિભાગ પોતાના જવાનોના વેક્સિનેશ, બીજી લહેર વખતે થયેલી મોત અને હોસ્પિટલમાં દાખલ થવાના સંબંધમાં જાણકારી ભેગી કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર ICMR-NIEના ડાયરેક્ટર ડોક્ટર મનોજ મુર્હેકરે કહ્યું કે આ ડેટાનો ઉપયોગ કરી વેક્સિન લીધેલા અને વેક્સિન ન લીધેલા પોલિસકર્મીઓમાં કોરોનાના કારણે મોતની ઘટનાઓનું અનુમાન લગાવવા માટે કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સ્ટડીમાં શું નીકળ્યું તારણ?
તમિલનાડુ પોલીસ વિભાગમાં 1 લાખ 17 હજાર 524 પોલીસકર્મી કાર્યરત છે. 1 ફેબ્રુઆરી અને 14 મેની વચ્ચે 32 હજાર 792 કર્મીઓએ પહેલો ડોઝ લીધો હતો. પરંતુ બન્ને ડોઝ લેનારની સંખ્યા 67 હજાર 673 હતી. 17 હજાર 59 પોલીસકર્મીઓએ એક પણ ડોઝ ન હતો લીધો. ત્યાર બાદ 13 એપ્રિલ 2021 અને 14 મે 2021ની વચ્ચે 31 કર્મીઓની કોરોનાના કારણે મોત થઈ ગઈ હતી.
જીવ ગુમાવનાર આ 31 કર્મીઓમાંથી ચારે બન્ને ડોઝ લઈ લીધા હતા. સાતને એક ડોઝ લગાવવામાં આવ્યો હતો અને 20 નું હજું સુધી વેક્સિનેશન ન હતું થયુ. સંશોધકોએ કહ્યું કે કોવિડ-19 વેક્સિનેશન સાથે જોડાયેલા મૃત્યુ દરના જોખમની ગણના માટે વેક્સિન લેનાર અને વેક્સિન ન લગાવનારની વચ્ચે મોતની ઘટનાઓની તુલના કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.