ભારત બાયોટેકે તેની કોરોના વેકસીન 'કોવાક્સિન' ની કિંમતોમાં રાજ્યો માટે 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અગાઉ સીરમ કંપનીએ પણ રાજ્યો માટે ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી.
કોરોના રસીના ભાવ ઘટાડ્યા
કોવાકસિનના ભાવ પણ ઘટાડાયા
ડોઝ દીઠ ૨૦૦ રૂપિયાનો ઘટાડો
ભારત બાયોટેકે રાજ્યો માટે 'કોવાક્સિન'ના ભાવમાં 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડ્યો છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે અગાઉ તેની કોવિડ -19 રસી 'કોવાક્સિન' ની કિંમત રાજ્ય સરકારો માટે ડોઝ દીઠ 600 રૂપિયા અને ખાનગી હોસ્પિટલો માટે ડોઝ દીઠ 1,200 રૂપિયા નક્કી કરી હતી. હવે કંપનીએ રાજ્ય સરકારો માટેના ડોઝ દીઠ ભાવ ઘટાડીને 400 રૂપિયા કર્યા છે.
આ અગાઉ પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બુધવારે રાજ્યોને અપાયેલી રસીકરણ રસીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એ તેની કોવિડ -19 રસી 'કોવિશિલ્ડ'ની રાજ્ય સરકારો માટે ડોઝ દીઠ રૂ. 400 ની કિંમત નક્કી કરી હતી. હવે તેની કિંમત હવે ડીઝ દીઠ 300 રૂપિયા કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે કોરોના રસીના ઊંચા ભાવોને કારણે વિરોધી પક્ષો મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે તાજેતરમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને તેમની કોવિડ -19 રસીના ભાવ ઘટાડવા કહ્યું હતું. તે ધ્યાનમાં રાખવું જોઈએ કે 1 મેથી, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી દ્વારા રસી આપવામાં આવશે. આ માટે બુધવારથી નોંધણી શરૂ થઈ ગઈ છે.
ગુજરાત સરકારે ૨.૫ કરોડ રસીનો ઓર્ડર આપ્યો
મહત્વનું છે કે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય જોગ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગુજરાત માટે સરકારે ૨ કરોડ કોવિશિલ્ડ અને ૫૦ લાખ કોવાકસિનના ઓર્ડર બંને કંપનીઓને આપી દીધા છે, રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થયા પછી યુવાનોને રસી આપવાનું શરૂ કરી દેવામાં આવશે.