બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Corona vaccine booster dose will be given in Gujarat from Monday
Last Updated: 05:48 PM, 9 January 2022
ADVERTISEMENT
ત્રીજી લહેર અને ઓમિક્રોનની દહેશત વચ્ચે કેન્દ્ર સરકારે ત્રીજા એટલે કે બુસ્ટર ડોઝ આપવા માટે મંજૂરીની મોહર મારી દીધી છે. હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરો ફ્રન્ટલાઇન વર્કર્સ,60થી વધુ વયના લોકોને આવતીકાલ 10 જાન્યુઆરી 2022થી બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ત્યારે અમદાવાદ મનપાએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. 1 લાખ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરો બૂસ્ટર ડોઝ માટે લાયક છે ત્યારે બીજા ડોઝ લીધાના 39 સપ્તાહના સમય બાદ જ આ ત્રીજો ડોઝ આપવામાં આવશે. અર્બન હેલ્થ સેન્ટરો-AMC સંચાલિત હોસ્પિટલમાં બૂસ્ટર ડોઝની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તબક્કા મુજબ લાયક થનાર લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે તેવી માહિતી કોપોરેશનના અધિકારીઑએ આપી છે.
ADVERTISEMENT
બુસ્ટર ડોઝ માટે રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે.
બુસ્ટર ડોઝ કોને આપી શકાય?
સામાન્ય રીતે 16 વરસથી ઉપરના તમામને બુસ્ટર ડોઝ આપી શકાય છે પણ ભારતમાં હાલ પૂરતી ઉપરોક્ત વ્યવસ્થા કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરની રાત્રે કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને 10 જાન્યુઆરીથી વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. સાથે તેમણે કોમોરબીડિટી ધરાવતા વૃદ્ધોને પણ ડોક્ટરની સલાહ બાદ પ્રિકોશનરી ડોઝ આપવાની જાહેરાત કરી હતી.
કઈ વેક્સિન મળશે?
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ત્રીજા ડોઝ માં અલગ વેક્સિન આપવાની સંભાવના છે. જેમ કે પહેલા બે ડોઝ કોવેકસીનના લીધા હોય તેને ત્રીજો ડોઝ કોવિશિલ્ડ અને જેને પ્રથમ બે કોવિશિલ્ડ લીધા હોય તેઓને ત્રીજો ડોઝ કોવેક્સિનનો મળશે. આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી અપાઈ નથી.
બુસ્ટર ડોઝનું સર્ટિફિકેટ મળશે?
હા. જે રીતે પ્રથમ બે ડોઝ પર વેક્સિન સર્ટિફિકેટ મળ્યું હતું એ જ રીતે ત્રીજા બુસ્ટર ડોઝનો સર્ટિફિકેટ પણ મળશે એવું ડો. અર એસ શર્માએ જણાવ્યું હતું.
બુસ્ટર ડોઝના નિર્ણય પાછળનું કારણ
દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ચેતવી દીધા છે કે કોરોનાની વેક્સિનથી બનેલી ઇમ્યુનિટી થોડા સમય પછી ઓછી થઈ જાય છે. એવામાં વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂર બધાંને પડી શકે છે. કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે શક્તિશાળી હોવાથી તેની જરૂર વધી ગઈ હતી. હવે નવો વેરિયન્ટ વેકસીનેટેડ લોકોને પણ અસર કરી રહ્યો છે એટલે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધોને બુસ્ટર ડોઝની જરૂર જણાઈ રહી છે. માટે સરકારે આ નિણર્ય લેવો પડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.