કંપનીની તરફથી જાહેર કરાયેલી ફેક્ટશીટમાં દાવો કરાયો છે કે વેક્સિન લીધા બાદ 10 ટકા લોકોને તાવ, માથુ દુઃખવું કે શરીર દુઃખવાની ફરિયાદ હોઈ શકે છે જે સામાન્ય છે. વેક્સિન લગાવ્યા બાદ અડધો કલાક સેન્ટર પર રહેવાનું હોય છે જેથી કોઈ સાઈડ ઈફેક્ટ્સ દેખાય તો તેના માટે અલગ સેન્ટર પર ટ્રીટમેન્ટ આપી શકાય છે.
વેક્સિનના ગંભીર પ્રભાવમાં કંપની આપશે વળતર
કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ્સમાં હેલ્પલાઈન નંબર કરશે મદદ
4-6 અઠવાડિયા બાદ અપાશે વેક્સિનનો બીજો ડોઝ
દેશમાં આજથી કોરોના વેક્સીનેશનની શરૂઆત થઈ રહી છે. પહેલા ચરણમાં ફક્ત હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. આ ચરણમાં વેક્સીનેશન ફ્રીમાં હશે. વેક્સિન 18 વર્ષથી ઉપરના લોકોને અપાશે. આ માટે કોવિન એપ પરથી મોબાઈલ પર મેસેજ મોકલાશે. વેક્સિનના રજિસ્ટ્રેશનની જરૂર રહેશે નહીં. ઈલેક્શન કમિશન અને અન્ય ડેટાથી સરકાર લાભાર્થીઓને પસંદ કરશે. પહેલા 2 ચરણ સ્વાસ્થ્ય કર્મી અને ફ્રન્ટ લાઈન વર્કર્સના હશે અને ત્રીજા ચરણમાં 50 વર્ષથી ઉપરના લોકોને અને સાથે બીમાર લોકોને વેક્સિન અપાશે.
સામાન્ય તાવ, માથું દુઃખવું કે શરીર દુઃખવાની રહી શકે છે ફરિયાદ
સરકારનું કહેવું છે કે આ બંને વેક્સિનના કોઈ ગંભીર પરિણામો સામે આવ્યા નથી. તેનાથી સામાન્ય તાવ, માથું દુઃખવું કે શરીર દુઃખવાની ફરિયાદ રહી શકે છે. સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે આ સામાન્ય લક્ષણ કોઈ પણ વેક્સિન લગાવવાથી જોવા મળી શકે છે. તેનાથી ગભરાવવું નહીં. કંપનીની તરફથી જાહેર કરાયેલી ફેક્ટશીટમાં દાવો કરાયો છે કે 10 ટકા લોકોને આ મુશ્કેલી આવી શકે છે જે સામાન્ય છે. વેક્સિન લગાવ્યા બાદ અડધા કલાક સુધી સેન્ટર પર રહેવું ફરજિયાત છે. આ રીતની સાઈડ ઇફેક્ટથી બચવા માટે અલગ અલગ સેન્ટર બન્યા છે. સરકારના પ્રોટોકોલના આધારે અહીં જરૂરી સારવાર અપાશે. પ્રતિકૂળ સ્થિતિમાં 1800 1200124 (24x7) નંબર પર ફોન કરી શકાય છે.
ગંભીર અસર હશે તો મળશે વળતર
કોવૈક્સીન બનાવનારી કંપની ભારત બાયોટેકે કહ્યું કે વેક્સીન લાગતાં કોઈ પણ પ્રકારના ગંભીર પ્રભાવ સામે આવતા વળતર મળશે. તેમાં કહેવાયું છે કે ગંભીર પ્રભાવ વેક્સિન લેવાથી થયું છે એ વાત સાબિત કરવાની રહેશે. વેક્સીનેશન સેન્ટર પરનું સહમતિ પત્રમાં વળતરની વાતનો ઉલ્લેખ કરાયો છે. વેક્સિનના ગંભીર સાઈડ ઈફેક્ટ્સ પર સરકારની તરફથી ચિન્હિત અને ઓથોરાઈઝ્ડ સેન્ટર્સ અને હોસ્પિટલમાં સારવાર કરાવાશે.
હજુ બજારમાં નથી આવી વેક્સિન
વેક્સિન હજુ સુધી બજારમાં આવી નથી. લાયસન્સ મળ્યા બાદ જ સરકારની મંજૂરીથી બજારમાં વેક્સિન આવશે. આમાં 2-3 મહિના કે તેનાથી વધારે સમય લાગી શકે છ. હાલમાં વેક્સિનનું ટ્રાયલ 18 વર્ષથી વધારે ઉંમરના લોકો પર કરાયું છે. એવામાં બાળકોને પણ વેક્સિન લગાવાશે નહીં. સરકારની તરફથી બીજો ડોઝ 28 દિવસ બાદ લગાવાશે. વેક્સિન મેન્યુફેક્ટર કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટે 4-6 અઠવાડિયામાં બીજો ડોઝ આપવાની સીમા નક્કી કરી છે. જ્યારે વેક્સિન બજારમાં આવશે ત્યારે લોકો પાસે અન્ય વિકલ્પ હશે.