તૈયારી /
કોરોનાની વેક્સિનેશનને લઇને CM વિજય રુપાણીનું મહત્વનું નિવેદન
Team VTV11:24 AM, 10 Jan 21
| Updated: 11:34 AM, 10 Jan 21
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોનાની વેક્સિનેશનને લઇને નિવેદન આપ્યું છે કે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે.
કોરોનાની વેક્સિનેશનને લઇ સીએમ રૂપાણીનું નિવેદન
કોરોનાની વેક્સિનેશનને લઈને ડેટાબેઝ તૈયાર કરવાનું કામ થઈ રહ્યું છે
11 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને વેક્સિન અપાશે
મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોનાની વેક્સિનેશનને લઇને નિવેદન આપતાં કહ્યું કે કોરોનાની વેક્સિનેશનને લઈને ડેટાબેઝ તૈયાર કરવાનું કામ થઈ રહ્યું છે, 11 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને વેક્સિન અપાશે.
સીએમ રુપાણીએ કહ્યું કે રાજ્યમાં આ અગાઉ 2 ડ્રાય રન સફળતાપૂર્વક કરાયા છે. 16 હજારથી વધુ વેક્સિનેટર્સ તૈયાર કરાયાં છે.
કોરોનાની વેક્સિનેશન પર CM રુપાણીએ કહ્યું કે વેક્સિન સેન્ટર પર ત્રણ રુમ તૈયાર કરાયા છે. જેમાં વેઇટિંગ રુમ, વેક્સિન રુમ, ઓબ્ઝર્વેશન રુમ હશે. જે લોકોને વેક્સિન આપવામાં આવશે તેઓને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવશે.
આ સાથે કોરોના વેક્સિન માટે 6 પોઇન્ટ પર સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાથમિકતાના આધારે વેક્સિન સૌને મળશે. રાજ્યમાં કોઇપણ વેક્સિન વિના રહેશે નહીં.