કોરોના વાયરસ / કોરોનાની વિરુદ્ધ દુનિયામાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં થયુ, લગભગ 10 લાખ લોકોને અપાઈ રસી

corona vaccination 21st january 999065 beneficiaries vaccinated for covid across the country

ભારતમાં કોરોના વાયરસની સામે 16 જાન્યુઆરીથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરુ થઈ ચૂક્યું છે . ભારતમાં કોરોના રસીકરણ પ્રોગ્રામને શરુ થયાને હજું એક અઠવાડિયું થયું છે. અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે. અત્યાર સુધી અમેરિકાએ સૌથી ઝડપી રસીકરણ કર્યુ હતુ. અમેરિકામાં 10 લાખ લોકોના રસીકરણમાં 10 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારે ઈઝરાઈલે પણ લગભગ આટલો જ સમય લીધો હતો. પરંતુ ભારતે 10 લાખ લોકોનું રસીકરણ 6 દિવસમાં પુરુ કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ