રાજકોટમાં RT-PCR ટેસ્ટના મશીન હાંફયા છે, 3 હજાર ટેસ્ટિંગ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે, શહેરની 8 લેબોરેટરીમાં 72 કલાક સુધી વેઇટિંગ છે
રાજકોટથી કોરોના ટેસ્ટિંગને લઈને ગંભીર સમાચાર
રાજકોટમાં RT-PCR ટેસ્ટના મશીન હાંફયા
3 હજાર ટેસ્ટિંગ પેન્ડિંગ રાખવામાં આવ્યા
રાજકોટથી કોરોના ટેસ્ટિંગને લઈને ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં RT-PCR ટેસ્ટના મશીન હાંફયા છે. 3 હજાર ટેસ્ટિંગ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. રાજકોટની 8 લેબોરેટરીમાં 72 કલાક સુધી વેઇટિંગ ચાલી રહ્યું હોવાની પણ વાત સામે આવી છે. કોરોનાનાં વધતા કેસોને તંત્રની કામગીરીની સત્યતા સામે આવી રહી છે. રિપોર્ટ આવતા પહેલા જ અનેક લોકો દર્દીઓના સંપર્કમાં આવતા સંક્રમણ વધવાનો ડર પણ ફેલાઈ રહ્યો છે.
રાજ્ય સરકારે 8 મનપામાં વકરતી કોરોનાની સ્થિતિને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા માટે IAS કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. મૂળ કામગીરી ઉપરાંત . વિવિધ જિલ્લાઓમાં કોવિડ કેર સેન્ટરમાં તબીબી કામગીરીનું સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતના રાજકોટના લોકોએ વેક્સિન લગાવવા માટેની એક શાનદાર રીત અપનાવી છે. સોની સમુદાયના લોકોએ લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા માટે નવીન રસ્તો શોધી કાઢ્યો છે. રસી લેનાર મહિલાઓને સોનાની ચૂની અને પુરુષોને હેન્ડ બ્લેંડર આપવામાં આવશે.
રાજકોટના સોની સમાજના સહયોગથી રાજકોટ નગર નિગમ દ્વારા કિશોર સિંહજી પ્રાથમિક વિદ્યાલય, કોઠારિયા નાકા, સોની બજારમાં શુક્રવાર અને શનીવારે નિઃશુલ્ક કોરોના રસીકરણ શિબીરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શિબીરમાં શુક્રવારે 751 અને શનીવારે 580 લોકોને રસી આપવામાં આવી.