બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / corona trail vaccine in Ahmedabad no side effect reported now
Gayatri
Last Updated: 12:49 PM, 4 December 2020
ADVERTISEMENT
કોરોનાની ટ્રાયલ વેક્સિનને લઈને મોટ સમાચાર સામે આવ્યા છે. ટ્રાયલ વેક્સિનના ટ્રાસ્કને જલદી સફળતા મળશે. આ અંગે ડો. પારુલબેન ભટ્ટ સાથે VTVએ ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ટ્રાયલ વેક્સિન માટે વોલિન્ટિયર્સમાં વધારો થયો છે. રોજના 70થી વધુ વોલિન્ટિયર્સ ડોઝ માટે આવી રહ્યા છે. 200 થી વધુ લોકોએ ટ્રાયલ વેક્સિનનો લાભ લીધો છે. સોલા સિવિલમાં સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ટ્રાયલ ચાલે છે. ટ્રાયલ વેક્સિનની કામગીરી શનિ-રવિવારે પણ ચાલુ રહેશે. અત્યાર સુધી વેક્સિનની કોઇ જ આડઅસર જોવા મળી નથી.
ADVERTISEMENT
ક્લિનીકલ ટ્રાયલ કેવી રીતે થાય?
ક્લિનિકલ ટ્રાયલમાં 5 સ્તરીય સુરક્ષા અને મોનિટરિંગ સિસ્ટમ હોય છે
જેના પર ક્લિનિકલ ટ્રાયલ થઈ રહી છે તેને અવળી અસર વિશે જાણ કરવામાં આવે છે
રસીના પરિક્ષણ વખતે અવળી અસર થતી હોય છે તે વૈશ્વિક સમજ છે
ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારાને ફોર્મ આપવામાં આવે છે જેમાં આડઅસર વિશે જણાવાયું હોય છે
કોઈપણ વ્યક્તિ ક્લિનિકલ ટ્રાયલ માટે સહમતિ ન આપે ત્યાં સુધી એ પરિક્ષણમાં ભાગ લઈ શકતો નથી
કોઈપણ દવાનું ટ્રાયલ મલ્ટી સાઈટ, મલ્ટી સેન્ટ્રીક હોય છે
એટલે કે વિવિધ રાજ્યોમાં અલગ અલગ હોસ્પિટલોમાં ટ્રાયલ થતું હોય છે
વોલન્ટિયર્સનું ધ્યાન રાખવા ઈન્સ્ટીટ્યુશનલ એથીક્સ કમિટિ હોય છે
સરકાર અને કંપનીથી પણ સ્વતંત્ર હોય છે ઈન્સ્ટીટ્યુશનલ એથિક્સ કમિટિ
આડઅસરની ઘટના વિશે એથિક્સ કમિટિ 30 દિવસમાં ડ્રગ કંટ્રોલરને જાણ કરે છે
ડેટા સેફ્ટી એન્ડ મોનિટરિંગ બોર્ડ હોય છે જે તમામ પરિક્ષણોનું ધ્યાન રાખે છે
ડેટા મોનિટરિંગ બોર્ડ પણ સરકાર, કંપનીથી સ્વતંત્ર હોય છે
ડેટા મોનિટરિંગ બોર્ડમાં ખાસ એક્સપર્ટ હોય છે જે પણ આડઅસર વિશે ધ્યાન રાખે છે
પરિક્ષણને અધવચ્ચે રોકવી હોય તો પણ ડેટા મોનિટરિંગ બોર્ડ નિર્ણય લે છે
જેટલા પણ ક્લિનિકલ ટ્રાયલ થાય તે ન્યૂ ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ રૂલ્સ અંતર્ગત થાય છે
આ નિયમો એવું કહે છે કે જ્યારે પણ અવળી અસર થાય ત્યારે પ્રિન્સીપલ ઈન્વેસ્ટીગેટર ડ્રગ કંટ્રોલર રિપોર્ટ મોકલે છે
જ્યારે પણ ડ્રગ કંટ્રોલર પાસે આવી કોઈ ઘટના આવે ત્યારે ડ્રગ કંટ્રોલર તપાસ કરે છે
શું આડઅસર થઈ તે રસીને કારણે જ થઈ તે ડ્રગ કંટ્રોલર તપાસે છે
સામાન્ય રીતે રસીને વિકસિત કરવા માટે ઓછામાં ઓછો 10 વર્ષનો સમય લાગે છે
કોઈ રોગની તરત જ બનવાવાળી રસીને પણ 4 વર્ષ થાય છે
એટલે કે રસી વિકસિત કરવામાં એક દાયકો સહજ રીતે વીતી જાય છે
વહેલામાં વહેલા રસી બને તો પણ 4 વર્ષ થઈ જાય છે
પરંતુ મહામારીની વૈશ્વિક અસરને જોતા રસીનું કામ ખૂબ ઝડપથી થયું
નાની-મોટી 30 કંપનીઓની રસી એક વર્ષમાં જ માર્કેટમાં આવી રહી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.