બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Corona scared again.! Three deaths in three days in Gujarat, today 262 new positives appeared in 23 districts
Vishal Khamar
Last Updated: 07:16 PM, 23 March 2023
ADVERTISEMENT
રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 262 પોઝીટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 142 કેસ
રાજ્યમાં નવા 262 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 142 નવા કેસ નોંધાયા છે. મોરબીમાં 18 કેસ, સુરતમાં 17 કેસ, રાજકોટમાં 15 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ, અમરેલીમાં 7, રાજકોટમાં 7, મહેસાણા 5, સુરત 4, આણંદ 3, ભરૂચ 3, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 3, બનાસકાંઠા 2, કચ્છ 2, નવસારી 2, અમદાવાદ 1, અરવલ્લી 1, ભાવનગર 1 , જામનગર કોર્પોરેશન 1, જુનાગઢ કોર્પોરેશન 1, ખેડા 1, પાટણ 1, પોરબંદર 1, સાબરકાંઠા 1, સુરેન્દ્રનગર 1 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 1 વ્યક્તિનું મોત નિપજવા પામ્યું છે. 4 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 706 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી છે.
ગુજરાત કોરોના અપડેટ | આજે નવા 262 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 142 પોઝિટિવ, એક્ટિવ કેસ 1179, 4 દર્દીઓ વેન્ટિલેટર પર, અમદાવાદમાં એક દર્દીનું મોત#Gujarat #coronavirus #VTVGujarati #Ahmedabad pic.twitter.com/nU2UMg1oeN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 23, 2023
ADVERTISEMENT
146 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 262 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.04ટકા નોંધાયો છે. તેમજ આજે 146 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં આજે 706 લોકોને રસી અપાઈ છે.
કોરોનાથી સજા થવાનો દર 99.04 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.04 ટકા છે. અત્યાર સુધીમાં 12,67,290 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ વધ્યા છે. પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.