રાહત / દેશમાં આ જગ્યાએ કોરોનાનો રિકવરી રેટ સૌથી વધુ, જાણો ગુજરાતની સ્થિતિ

Corona Recovery Rate In Capital Crosses National Level

રાજધાનીમાં સંક્રમણ ભલે વધી રહ્યું હોય પણ અહીં રિકવરી રેટનો દર રાષ્ટ્રિય સ્તર કરતાં પણ વધારે છે. દિલ્હીમાં રિકવરી રેટ 60.3 ટકા છે. જે દેશના કુલ રિકવરી રેટથી પણ વધુ છે. છેલ્લા 10 દિવસમાં લગભગ 29 હજાર દર્દીઓ સાજા થઈને ઘરે પહોચી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર શુક્રવારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4,90, 401 હતી અને જેમાંથી 2,85,637 દર્દીઓ સાજા થયા છે. આ રીતે રાષ્ટ્રિય રિકવરી દર 58.2 ટકા છે. રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 73,780 છે અને તેમાંથી 44 765 દર્દી સાજા થયા છે આ રીતે અહીંનો રિકવરી રેટ 60.3 ટકા પહોંચ્યો છે. ગુજરાતમાં રિકવરી રેટ સૌથી વધુ એટલે કે 72.5 ટકા નોંધાયો છે જે દિલ્હીથી પણ વધારે છે.

બ્રેકિંગ ન્યૂઝ