Corona patients annoyed due to negligence of system in Ahmedabad
બેદરકારી /
AMCની બેદરકારીનો ભોગ બન્યા કોરોના દર્દીઓ, દવા લેવા માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે
Team VTV09:05 AM, 24 Jan 22
| Updated: 09:10 AM, 24 Jan 22
અમદાવાદમાં AMCની ઘોર બેદરકારી સામે આવી છે. એએમસી દ્વારા 1100 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેથી હાલ કોરોના દર્દીઓને દવા લેવા માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે.
અમદાવાદમાં એએમસીની ભૂલનો ભોગ બન્યા કોરોના દર્દીઓ
દવા લેવા માટે દર્દીઓને ફોન કરીને બોલાવામાં આવે છે
મનપાના કોવિડ મેનેજમેન્ટ સામે ઉઠ્યા ગંભીર સવાલ
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો આવ્યો છે. તેમા પણ અમદાવાદ જેવા શહેરમાં તો સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે. વધતા જતા કેસોની સામે અમદાવાદ મનપાના કોવિડ મેનેજમેન્ટ સામે સવાલો ઉઠ્યા છે. સવાલો એટલા માટે ઉઠ્યા છે કારણકે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
દર્દીઓ લાઈમમાં ઉભા રહી દવા લઈ રહ્યા છે
કોરોનાગ્રસ્ત દર્દીઓને હાલ દવા લેવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. જેના કારણે તેમને ભારે હાલાંકી પડી રહી છે. સાથેજ સંક્રમણ વધવાનું જોખમ પણ વધી રહ્યું છે. AMCની બેદરકારીને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. જેના કારણે કોવિડ મેનેજમેન્ટ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
1100 જેટલો મેડિકલ સ્ટાફ છૂટો કરી દેવાયો
AMC દ્વારા 1100 જેટલા મેડિકલ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે આ કટોકટી સર્જાઈ છે. આ કટોકટી એટલી હદે વધી ગઈ છે કે કોરોનાના દર્દીઓને દવા લેવા માટે પણ સેન્ટર પર બોલાવા પડી રહ્યા છે. એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે કેટલાક દર્દીઓને તો ફોન કરીને સેન્ટર પર બોલાવામાં આવી રહ્યા છે.
મનપાની બેદરકારીને લઈ ઉઠ્યા ગંભીર સવાલ
ઉલ્લેખનીય છે કે મનપાની બેદરકારીને કોરોના કાળમાં હાલ લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ રહ્યા છે. જેથી હવે અહીયા સવાલ એ થઈ રહ્યો છે કે ક્વોરન્ટાઈન કરાયેલા દર્દીઓ પર નજર કોણ રાખે છે. સાથેજ એ સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનના નામે માત્ર પાટિયા મારવામાં આવી રહ્યા છે કે શું..