બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / corona pataint face some problem after recovery

કોરોના / કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના શરીરમાં આ સમસ્યાઓ વધી, ડૉક્ટરોમાં પણ ચિંતાનો માહોલ

Ronak

Last Updated: 09:28 AM, 30 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં શ્વાસ, હ્રદય અને ખાસ કરીને પેટને લગતી સમસ્યાઓ વધી. નાના બાળકોને પણ પેટને લગતી સમસ્યાઓ થઈ રહી છે. જેના કારણે તબીબોમાં પણ ચિંતાનો માહોલ

  • કોરાનાથી સાજા થયેલા દર્દીંઓના શરીરમાં ગંભીર સમસ્યા 
  • પેટ, હ્રદયવ અને શ્વાસને લગતી સમસ્યાઓ જોવા મળી 
  • નાના બાળકો પણ પેટની સમસ્યાને કારણે હેરાન 

કોરોનાને મ્હાત આપ્યા બાદ પણ અમુક લોકોમાં હવે ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. જેમા ખાસ કરીને શ્વાસની સમસ્યા, થાક લાગવો અને હ્રદય સંબધી સમસ્યાઓ લોકોમાં જોવા મળી છે. તો બીજી તરફ ઘણા એવા દર્દીઓ પણ છે કે જેમને પેટ, આંતરડા અને લીવરમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. 

પેટ સબંધી સમસ્યાના દર્દીઓ વધારે 

જે દર્દીઓને આવી સમસ્યા થઈ રહી છે, તેમાથી અમુકતો એવા પણ છે કે જેમનો એક મહિના પછી ફરી પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. ખાસ કરીને લોકોને પેટ સંબંધી સમસ્યાઓ વધારે થઈ રહી છે. જેમા નાના બાળકોમાં પણ પેટની સમસ્યા જોવા મળી છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. 

તકલીફ થાય તો હળવાશમાં ન લેતા 

તબીબોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પેટની સમસ્યાના કેટલાક દર્દીઓ હોસ્પિટલોમાં ઈલાજ માટે ગયા છે. આ બધાજ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. જેથી કહી શકાય કે કોરોના હ્રદય અને ફેફસા સિવાય શરીરના અન્ય અંગોને પણ નુકશાન પહોચાડે છે. જેથી ડૉક્ટરોનું કહેવું છે કે કોરોનાથી સાજા થયા બાદ શરીરના કોઈ અંગમાં તકલીફ થાય તો તે તકલીફને સામાન્ય ન ગણવી જોઈએ, તેને લઈને તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. 

ઠીક થયા પછી પણ RT-PCR રિપોર્ટ નેગેટિવ નથી આવતો 

એઈમ્સના પૂર્વ ડાયરેક્ટર પ્રવીઁણ કુમારનું કહેવું છે કે કોઈ દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવે તો તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. પરંતુ ઘણા એવા દર્દીઓ પણ છે કે જેઓ ઠીક થઈ જાય તેમ છતા તેમનો આરટીપીસીઆર રિપોર્ચ નેગેટિવ નથી આવતો. 

વાયરસ ખતમ થયા પછી પણ શરીરમાં 

દર્દી ઠીક થઈ જાય તેમ છતા તેનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ ન આવે તો તેના પાછળનું કારણ એ છે કે વાયરસ ખતમ થયા બાદ પણ આપણા શરીરમાંજ રહેલો હોય છે. જેના કારણે રિપોર્ટ પોઝિટીવ આવે છે. 

વાયરસ શરીરમાં ડિસ્ટ્રોય થયા પછી પણ રિપોર્ટ પોઝિટીવ 

ઉલ્લેખનીય છે કે તબીબોના કહેવા પ્રમાણે જ્યારે દર્દીના શરીરમાં કોઈ લક્ષણ ન દેખાય ત્યારે તેના ગળાનું સેમ્પલ લેવામાં આવે છે. પરંતુ જો લક્ષણ દેખાય તો તેના મતલબ એ છે કે દર્દીના શરીરમાં વાયરસ છે. પરંતુ તેના શરીરમાં વાયરસ મરી ગયો હોય છે. જેથી આવી સ્થિતીમાં ભલે દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવે પરંતું સંક્રમણ અન્ય વ્યક્તિમાં નથી ફેલાતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Patient laungs કોરોના સમસ્યા corona
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ