ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનની એન્ટ્રી થઈ ચુકી છે એવે સમયે કચ્છ એક ચિંતાજનક સમાચાર સામ આવ્યા છે. 55 લોકો યુકેથી કચ્છ આવ્યા છે.
કોરોના વાયરસનું નવું સ્ટ્રેન ચિંતાજનક
કચ્છમાં વિદેશથી આવતા લોકોનું કરાશે મોનીટરીંગ
યુ.કે.થી આવેલા 55 લોકોને કરાયા ક્વોરન્ટીન
કોરોના વાયરસનું નવું સ્ટ્રેન ચિંતાજનક છે. કચ્છમાં વિદેશથી આવતા લોકોનું મોનીટરીંગ કરાશે. યુ.કે.થી આવેલા 55 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. આફ્રિકા, અમેરિકાથી આવતા લોકોને પણ ક્વોરન્ટીન કરાશે. જેનું આરોગ્ય વિભાગ દ્વારા મોનીટરીંગ કરાશે.
રાજકોટમાં પણ ચિંતાજનક સ્થિતિ
બ્રિટનથી આવેલા 2 લોકો રાજકોટથી લાપતા થયા છે. 3 લોકો બ્રિટનથી મુંબઇ થઇ રાજકોટ આવ્યા હતા. 3માંથી 2 લોકોનો સંપર્ક નથી થઇ રહ્યો. રાજ્ય સરકારે ઇમેઇલથી સ્થાનિક પ્રશાસનને આ અંગે જાણ કરી છે. કોરોનાના નવા સ્ટ્રેનના ભય વચ્ચે બ્રિટનથી આવેલા 2 લોકો ગાયબ થયા છે. સરકારે આપેલા એડ્રેસ પર બંન્ને લોકો હાજર નથી.
ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી
ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક મહિલામાં કોરોનાનો નવો પ્રકાર જોવા મળ્યો છે. UKમાં થયેલા ટેસ્ટમાં મહિલા કોરોના પોઝિટિવ આવી હતી. પોઝિટિવ આવ્યા બાદ મહિલા UKમાં જ ક્વોરન્ટાઈન હતી આ દરમિયાન જ મહિલા UKથી ભાગીને ભારત પહોંચી હતી અને 21 ડિસેમ્બરે મહિલા લંડનથી ફ્લાઈટ દ્વારા દિલ્હી આવી પહોંચી.
દિલ્હી એરપોર્ટ પર મહિલાનો RT-PCR ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટમાં પણ મહિલા કોરોના પોઝિટિવ આવી હતી. સ્વાસ્થ્ય અધિકારીઓએ મહિલાને ક્વોરન્ટાઈનમાં મોકલી હતી. મહિલા ક્વોરન્ટાઈન સેન્ટરથી પણ ફરાર થઈ ગઈ હતી. સ્વાસ્થ્ય અધિકારીઓએ પૂર્વ ગોદાવરી તંત્રને ફોન કરીને જાણ કરી હતી. રેલવે પોલીસે દિલ્લીથી રાજમુંદરી જતી ટ્રેનના ફર્સ્ટ ક્લાસથી મહિલાને ઝડપી પાડી હતી. તંત્ર હવે રાજમુંદરીમાં જ મહિલાને ઈસોલેશનમાં રાખશે. મહિલા પૂર્વ ગોદાવરીના રાજામુંદરીના રામકૃષ્ણ નગરની રહેવાસી છે.
ફરી કપરોકાળ ન આવે તો સારુ
ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી
વિજયવાડાની એક મહિલામાં કોરોનાનો નવો પ્રકાર
UKમાં થયેલા ટેસ્ટમાં મહિલા કોરોના પોઝિટિવ આવી હતી
પોઝિટિવ આવ્યા બાદ મહિલા UKમાં હતી ક્વોરન્ટાઈન
ક્વોરન્ટાઈન દરમિયાન જ મહિલા UKથી ભાગીને ભારત પહોંચી
21 ડિસેમ્બરે મહિલા લંડનથી ફ્લાઈટ દ્વારા દિલ્લી પહોંચી
દિલ્લી એરપોર્ટ પર મહિલાનો RT-PCR ટેસ્ટ કરાયો હતો
આ ટેસ્ટમાં પણ મહિલા કોરોના પોઝિટિવ આવી હતી
સ્વાસ્થ્ય અધિકારીઓએ મહિલાને ક્વોરન્ટાઈનમાં મોકલી હતી
મહિલા ક્વોરન્ટાઈન સેન્ટરથી પણ થઈ ગઈ ફરાર
સ્વાસ્થ્ય અધિકારીઓએ પૂર્વ ગોદાવરી તંત્રને ફોન કરીને જાણ કરી