સર્વે / કોરોનાથી સાજા થયેલા દર્દીઓના હ્રદયને થઈ રહ્યું છે નુકસાન, સર્વેમાં સામે આવી ખાસ વાત

Corona May Be Weakening The Heart

કોરોનાને મ્હાત આપનારા લોકોમાં અનેક સમસ્યાની ફરિયાદો જોવા મળી રહી છે. આ પ્રકારના મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તો સાથે જ કોરોના વાયરસ હૃદયને પણ નુકસાન કરી રહ્યો છે. જે દર્દીઓ સ્વસ્થ થયા છે તેમના હૃદયની કાર્યપ્રણાલીમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. દર્દીના હદયની માંસપેશીઓમાં સોજો આવી જવાની ફરિયાદ પણ મળી રહી છે. ડોક્ટરોએ કોરોના સંક્રમિત થયેલા 7 હૃદય રોગીઓ પર અભ્યાસ કર્યો જેમાં જાણવા મળ્યું છે કે દર્દીના હૃદયની ગતિ 30થી 42 BPM પ્રતિ મિનિટ થઈ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ