corona lockdown mumbai bandra railway station huge crowd of migrant bihar special train
લૉકડાઉન /
મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર ફરી અફરાતફરી, 1000 શ્રમિકોનું રજિસ્ટ્રેશન હતું પરંતુ પહોંચ્યાં હજારોમાં
Team VTV03:41 PM, 19 May 20
| Updated: 03:50 PM, 19 May 20
મુંબઇના બાંદ્રા સ્ટેશન પર હજારો પ્રવાસી મજૂરો એકઠા થઇ ગયા છે. આજે બાંદ્રા સ્ટેશનથી બિહાર માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના થવાની છે. આ ટ્રેનમાં યાત્રા માટે 1000 મજૂરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા છે.
મુંબઇના બાંદ્રા સ્ટેશન પર હજારો પ્રવાસી મજૂરો એકઠા થયા
આજે બાંદ્રા સ્ટેશનથી બિહાર માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના થશે
બાંદ્રા સ્ટેશન બહાર અફરા-તફરીનો માહોલ છે અને પોલીસ લોકોને ઘરે જવાની અપીલ કરી રહી છે. પોતાનો સામાન લઇને મહિલાઓ અને બાળકોની સાથે મોટી સંખ્યામાં મજૂરો એકઠા થયા છે. જોકે આ મામલે એક્શન લેતા પોલીસ તમામ મજૂરોને ઘરે મોકલવાની કાર્યવાહી કરી રહી છે. સાથે જ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરાઇ છે.
#WATCH Maharashtra: Huge crowd of migrant workers gathered outside the Bandra railway station in Mumbai earlier today to board a "Shramik special' train to Bihar. Only people who had registered themselves(about 1000) were allowed to board, rest were later dispersed by police. pic.twitter.com/XgxOQmSzEb
આખી ઘટના એવી છે કે બાંદ્રા સ્ટેશનથી બિહાર માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના થવાની હતી. તેના માટે રજિસ્ટ્રેશન કરાવનારા મજૂરોને મુંબઇ પોલીસ તરફથી કૉલ કરવામાં આવ્યો, પરંતુ સવારે 10 વાગ્યે જ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરતા ભીડને હટાવી. જોકે થોડીવાર પછી હજારોની સંખ્યામાં મજૂરો એકઠા થઇ ગયા.
આ પહેલા 14 એપ્રિલે મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. એ સમયે મુંબઇના બાંદ્રામાં એકઠી થયેલા લોકોને લઇને 3 એફઆઇઆર નોંધવામાં આવી હતી. પહેલી એફઆઇઆરમાં અપીલ કરવા છતા નહીં હટવાના આરોપમાં 1000 મજૂરોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વિનય દુબે નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી.