corona lockdown 5.0 pm narendra modi home minister amit shah meeting updates
બેઠક /
કેવું હશે લૉકડાઉન 5.0, PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ચર્ચા થઈ શરૂ
Team VTV12:48 PM, 29 May 20
| Updated: 12:54 PM, 29 May 20
લૉકડાઉન 5.0ને લઈને PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વચ્ચે બેઠક ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે દરેક પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે લૉકડાઉન ખોલવાને લઈને ચર્ચા કરી હતી.
લૉકડાઉન 5.0ને લઈને થઈ રહી છે ચર્ચા
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ લૉકડાઉન ખોલવા મુદ્દે કરી ર્હાય છે બેઠક
31મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે લૉકડાઉન 4
ઉલ્લેખનીય છે કે લૉકડાઉન 4.0 31મી મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આ સમયે ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરીને લૉકડાઉન ખોલવા કે ચાલુ રાખવા માટે તેમના મંતવ્યો જાણ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે અર્થતંત્રને વધુ વેગ આપવા લૉકડાઉન ખોલવા માટે વિવિધ રાજ્યોની ચિંતાઓ સાંભળી. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં જ્યારે મજૂર ટ્રેનો શરૂ કરવામાં આવી હતી, શરૂઆતમાં સ્થળાંતર વિશે વ્યાપક ચિંતાઓ હતી. હરિયાણાએ ગુરુવારે ફરી એકવાર દિલ્હીની સરહદ સીલ કરી દીધી છે. હાલ સુધી અનેક વાર PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થઈ છે. આ સિવાય અનેક વાર જાહેરાતો પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે 31 મેના રોજ લૉકડાઉન 4 પૂરું થવા જઈ રહ્યું છે.
ગૃહમંત્રીએ દરેક રાજ્યોની સાંભળી મુશ્કેલી
ગૃહમંત્રી અમિત શાહે અર્થતંત્રને વધુ ખોલવા અંગે વિવિધ રાજ્યોની ચિંતાઓ સાંભળી. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં જ્યારે મજૂર ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં સ્થળાંતર વિશે વ્યાપક ચિંતાઓ હતી. હરિયાણાએ ગુરુવારે ફરી એકવાર દિલ્હીની સરહદ સીલ કરી દીધી છે.
આ વખતે પીએમ મોદીએ નથી કરી વીડિયો કોન્ફરન્સ
લૉકડાઉનના દરેક ચરણ પૂરા થવાની સાથે જ સામાન્ય રીતે દરેક મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ વખતે તેની જાહેરાત કરી હતી. લૉકડાઉનનું ચોથું ચરણ 31મેના રોજ પૂર્ણ થવાનું હતું.
ઘરેલૂ વિમાનસેવા પણ થઈ શકે છે શરૂ
જ્યારે લૉકડાઉન 4.0 શરૂ થયું ત્યારે ગૃહમંત્રાલયે કહ્યું હતું કે દેશમાં સીમિત સંખ્યામાં પ્રતિબંધ રહેશે. તેમાં યાત્રીઓની દરેક પ્રકારની હવાઈ મુસાફરી સામેલ છે.