બીજિંગ યુનિવર્સિટી ઓફ ચાઈનીઝ મેડિસિન ના ડોંગજેમિન હોસ્પિટલના ડૉક્ટર લિયાંગ ટેંગશિયાઓના નામ સાથે સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલી ખબર અનુસાર 3 મહિના બાદ પણ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને અલગથી ઑક્સીજન લેવાની જરૂર પડી રહી છે. તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ થઈ શકયા નથી
હોસ્પીટલમાંથી છૂટ્યા બાદ પણ 3 મહિના સુધી ઓક્સીજનની જરૂર
ગ્લોબલ ટાઈમ્સના દાવા પ્રમાણે 90% દર્દીઓ નથી થતાં પૂર્ણ સ્વસ્થ
છ મિનિટના સમાયગાળામાં માત્ર 400 મીટર જ ચાલી શકે છે દર્દીઓ
કોરોના મહામારીનું કેન્દ્ર રહેલા ચીનના વુહાન શહેરમાં કરવામાં આવેલી એક રિસર્ચમાં ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસની સારવાર બાદ તેમ સ્વસ્થ થયેલા 90 ટકા દર્દીઓના ફેફસાં તેની પૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકતા નથી. ચીનમાં વુહાન સિટીમાંથી દર્દીઓના એક સમૂહમાંથી લેવામાં આવેલા અમૂક સેમ્પલ્સ પર કરવામાં આવેલા રિસર્ચમાં 90% ટકા દર્દીઓના ફેફસાં પર ગંભીર અસર થઈ હોવાની વાત સામે આવી છે, જ્યારે અન્ય 5% જેટલા દર્દીઓ ફરીથી સંક્રમિત થઈ જવાના કારણે કવોરંટાઇન પિરિયડમાં છે.
વુહાન યુનિવર્સિટીના ડોક્ટર્સ કરી રહ્યા છે રિસર્ચ
વુહાન વિશ્વવિધ્યાલયની જોંગનન હોસ્પિટલના ગહન દેખરેખ યુનિટના નિર્દેશક પેંગ જિયોન્ગના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી જે લગભગ એક વર્ષ સુધી ડીપ રિસર્ચ કરશે. આ રિસર્ચ પ્રોજેક્ટના પ્રથમ ચરણનું જુલાઇ મહિનામાં સમાપન થયું હતું. આ ટીમના લોકો કોરોનાથી સ્વસ્થ થયેલા 100 લોકોને અલગ તારવીને તેમના સ્વાસ્થ્ય સેમ્પલસ પર રિસર્ચ કરી રહ્યા છે. આ સંશોધનમાં શામેલ લોકોની સરેરાશ ઉમર 59 વર્ષની છે.તેમના રિસર્ચ પ્રમાણે હજી આ લોકોના ફેફસાં પૂર્ણ સ્વસ્થ થયા નથી. તેમણે તેમણે 6 મિનિટ સુધી ચલાવીને જોયા હતા જેમાં તેઓ માત્ર 400 મીઓટર સુધીનું જ ચાલી શક્ય હતા, જ્યારે સ્વસ્થ લોકોમાં આ પ્રમાણ સરેરાશ 500 મીટર સુધીનું હોય છે.
અલગથી જરૂર પડે છે ઓક્સિજનની
બીજિંગ યુનિવર્સિટી ઓફ ચાઈનીઝ મેડિસિન ના ડોંગજેમિન હોસ્પિટલના ડૉક્ટર લિયાંગ ટેંગશિયાઓના દવા પ્રમાણે લોકો જે ઓલરેડી 3 મહિના પહેલા થી જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, તેમના ફેફસાઓમાં પણ હવાના પ્રવાહની આવન જાવન પૂર્ણ સ્વસ્થ ફેફસાંના સ્તર સુધી પહોંચી શકી નથી. તેમને 3 મહિનાના સમય પછી પણ અલગથી ઓક્સિજનની જરૂર પડી રહી છે. સરેરાશ 65 વર્ષની ઉમરના લોકોને મળીને અલગથી આ પ્રકારનું રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે સ્વસ્થ થઈ ગયેલા 100% દર્દીઓમાંથી 10% દર્દીઓના શરીરમાં એન્ટિબોડીજનું પ્રમાણ નહિવત થઈ ગયું હતું.
કોવિડ 19 ન્યૂક્લિક એસિડનું કરાયું સંશોધન
કોરોનાના ન્યૂક્લિક એસિડની તપાસમાં 5% નમૂનાઓમાં નકારાત્મક પરિણામો મળ્યા હતા. જો કે ઇમ્યુનોગલૂબુલીન એમ જે એક પ્રકારની એન્ટિબોડી છે ની તપાસમાં ફરીથી સંક્રમણ થવાનું જાણવા મળે છે જેમાં દર્દીને ફરીથી કવોરનટીન થવું પડે છે. આઈજીએમ આ એ જ એન્ટિબોડી છે જે વ્યક્તિનું રોગ પ્રતિકારી તંત્ર શરીરમાં સૌથી પહેલા બનાવે છે. આના કેસથી જાણી શકાય છે કે વ્યક્તિ હજી તાજેતરમાં જ વાયરસથી સંક્રમિત થયો છે. પેંગનું કહેવું છે કે રોગ પ્રતિકારક સિસ્ટમ હજી ઠીક થઈ રહી છે. જ્યારે આ વાયરસથી પ્રભાવીત થનારાય દર્દીઓનું કહેવું હતું કે તેમના પરિવારજનો હજુ પણ તેમની સાથે નોર્મલ બની શકતા નથી. આ ખબર મહત્વપૂર્ણ છે કેમ કે આ વાયરસ સૌથી પહેલા વુહાન સિટીમાંથી જ સામે આવ્યો હતો.