બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Corona in Gujarat ahmedabad Breach of commissioners wages

અમદાવાદ / કોરોનાથી બચવા માટે લોકોએ ભેગા થઇને દુઆ માંગી પણ બન્યું એવું કે જાણીને નવાઇ લાગશે

Kavan

Last Updated: 06:52 PM, 25 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

“મેને આજ હમારે યહા કુરાન પઢવાયા ઓર દુઆ કરવાઇ કે અલ્લા ઇસ બીમારી સે હમે ઓર પુરી દુનિયા કે સભી જાતીકે લોગ કી હીફાઝત કરે કોરોના જેસી બીમારી સે બચાયે આમીન”આ પ્રકારની પોસ્ટ ગઇકાલે જામલપુરના કયુમ કુરેશી નામના વ્યકિતએ સોશિયલ મીડીયા પર મુકતા કમીશ્નરના જાહેરનામાના ભંગની એસીતેસી કરી નાખી છે.

  • કોરોના માટે લોકોએ ભેગા થઇને દુઆ માંગી
  • કમિશનરના જાહેરનામાનો થયો ભંગ
  • નોંધાઇ પોલીસ ફરિયાદ

કયુમ કુરેશીનો ઇરાદો ખોટો નથી પરંતુ જ્યારે શહેરમાં સીઆરપીસી 144 લાગુ કરી દેવામાં આવી હોય અને લોકડાઉન કરવામાં આવ્યુ હોય ત્યારે આ પ્રકારે ભેગા થઇને દુઆ કરવી તે કોરોના નોતરી શકે તેમ છે.

લોકડાઉનની એસીતેસી કરીને બહાર નીકળેલા લોકો સામે તંત્રની લાલઆંખ

કોરોના વાયરસના કારણે આખો દેશ થથરી ગયો છે ધીમેધીમે કોરોના વાયરસથી ચેપ લાગવાના કેસો વધી રહ્યા છે ત્યારે હવે સરકારે પણ કોરોના સામે લડત આપવા માટે સજ્જ થઇ છે. કેન્દ્રસરકાર અને રાજ્ય સરકારે કોરોનાને નાબુદ કરવા માટે મેડીકલી તમામ તૈયારીઓ કરી દીધી છે તો બીજી તરફ કોરોનાની અવગણના કરનાર લોકો જે સરકારે આપેલા લોકડાઉનની એસીતેસી કરીને બહાર નીકળી રહ્યા છે તેમના વિરુદ્ધમાં લાલ આંખ કરી છે. 

કલમ 144 ના જાહેરનામા ભંગ બદલ 43 લોકો વિરુધ્ધ નોંધાઇ ફરિયાદ

ગઇકાલે રાત્રે અમદાવાદ પોલીસને સીઆરપીસી 144 ના જાહેરનામા ભંગ બદલ 43 લોકો વિરુધ્ધમાં ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ સાથે વહેલી સવારથી પોલીસ રોડ પર આવી ગઇ હતી અને બીનજરુરી બહાર નીકળતા લોકોને સબખ શીખવાડીને તેમને ઘરે પરત મોકલી દીધા હતા.

કયુમ કુરેશીએ લોકોને ભેગા કરીને દુઆ કરતા ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા

ખાડીયામાં જનતા કર્ફ્યુના દિવસે લોકો રોડ પર આવી ગયા બાદ સોશિયલ મિડીયામાં વીડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસ 19 લોકો વિરુધ્ધમાં નામજોગ ફરિયાદ કરી હતી જ્યારે ગઇકાલે ફેસબુક પર કયુમ કુરેશીએ લોકોને ભેગા કરીને દુઆ કરતા ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા છે. ચાર કરતા વધુ વ્યકિતઓ ભેગા ના થઇ શકે ત્યારે કયુમે જમાલપુરમાં લોકોને ભેગા કરીને દુઆ કરી હતી જે કમીશ્નરના જાહેરનામાનો ભંગ બને છે. આ મામલે કેટલાક જાગૃત નાગરીકે પોલીસ કમીશ્નર આશિષ ભાટીયાને આ ફોટોગ્રાફ્સ તેમના વોટ્સએપમાં પોસ્ટ કરીને જાણકારી આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Coronavirus ahmedabad corona in gujarat અમદાવાદ કોરના વાયરસ Corona in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ