રાજ્યમાં કોરોનાના કેસે પકડી રફતાર. અમદાવાદ અને સુરતમાં કોરોના વકર્યો, કન્ટેઇનમેન્ટ ઝોનમાં થયો વધારો
અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે.કોરોનાના કેસ વધતા શહેરમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો થયો છે...ઇસનપુરના સદભાવ ફ્લેટ પ્રતિબંધિત ઝોનમાં મુકાયો છે...આ સાથે જ અમદાવાદમાં કુલ 29 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન થઇ ગયા છે. તો ગઇકાલે 8 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા હતા.
અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો
શહેરમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો
ઇસનપુરના સદભાવ ફ્લેટ પ્રતિબંધિત ઝોનમાં મુકાયો
અમદાવાદમાં વધ્યા કન્ટેઇનમેન્ટ વિસ્તાર
અમદાવાદમાં છેલ્લા 6 દિવસના કોરોનાના કેસની વાત કરીએ તો, 31 ડિસેમ્બરે કોરોનાના 317 કેસ, 30 ડિસેમ્બરે 278 કેસ, 29 ડિસેમ્બરે 278કેસ, 28 ડિસેમ્બરે 182કેસ, 27 ડિસેમ્બરે 100 જ્યારે 26 ડિસેમ્બરે કોરોનાના 53 કેસ નોંધાયા હતા..26 ડિસેમ્બરથી જોઇએ તો કોરોનાના કેસ બમણાથી પણ વધતા જઇ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સિંગલ ડિઝિટમાં આવતા હતા પરંતુ હવે કોરોનાએ રફતાર પકડી છે.
સુરતમાં કોરોનાએ પકડી રફતાર
આ તરફ સુરતમાં પણ કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે...એક દિવસમાં સુરતમાં 101 કેસ નોંધાયા છે.શહેરમાં 97 અને જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. 97માંથી 22 વિદ્યાર્થી, 27 ગૃહિણીઓ, 2 તબીબ સંક્રમિત થયા છે. તેમજ 5 ધંધાર્થી, CA, સોફ્ટવેર એન્જિનીયર પણ સંક્રમિત થયા છે. સુરતમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 49, રાંદેરમાં 16 કેસો નોંધાયા છે.
ગુજરાતમાં શુક્રવારે નોંધાયા 654 કેસ
રાજ્યમાં પણ કોરોનાના કેસ હવે 600ને પાર પહોંચ્યા છે. શુક્રવારે 31 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના 654 કેસ નોંધાયા હતા.ત્યારે હવે કોરોનાથી બચવા માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ જ આવશ્યક છે. ભીડ ભેગી કરવાનુ ટાળીને ચુસ્ત કાળજી રાખવામાં આવે તો કોરોનાને ફેલાવતા અટકાવી શકાય છે.