આ ગામમાં કોરોનાના કેસોએ અચાનક માથું ઉચક્યું, સહેજ પણ ડર્યા વગર ગામના લોકોએ અપનાવી આ અનોખી રીત
કોરોનાના કેસમાં અચાનક થવા લાગ્યો વધારો
ખેતરમાં ગામના લોકોએ આઈસોલેટ થવાનું કર્યું નક્કી
5 કેસ સામે આવતાની સાથે જ સાવધાની, પછી શરૂ કર્યું અભિયાન
કોરોનાની બીજી લહેરમાં ઘણા પ્રકારના પડકાર સામે આવી રહ્યા છે. આ લહેરે મોટી સંખ્યામાં યુવાનોને પણ સંક્રમિત કર્યા છે. સાથે જ બાળકો અને કિશોરોમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. બીજો એક પડકાર હાલ ગામોમાં પણ ઉભો થઈ રહ્યો છે. ત્યાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
ગ્રામીણ વિસ્તારો સુધી ફેલાઈ રહેલી આ મહામારીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાઈ લેવલ મિટિંગ કરી ચુક્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ગ્રામીણો વચ્ચે કોવિડ-19 વિશે જાગૃતતા ફેલાવવી અને પંચાયત રાજ સંસ્થાઓનો સહયોગ સમાન રૂપથી કરવો મહત્વપૂર્ણ છે. શહેરી ક્ષેત્રની તુલનામાં પરીક્ષણ સુવિધાઓ અને સ્વાસ્થ્યના પ્રાથમિક ઢાંચામાં કમીનું કારણ ગ્રામીણ ક્ષેત્રોમાં કોરોના સંક્રમણ રોકવુ મુશ્કેલ પ્રક્રિયા છે.
આ વચ્ચે કોવિડને લઈને મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી એક સારી ખરબ સામે આવી રહી છે. આ ખબર છે નાંદેડ જિલ્લાના ભોકર તાલુકામાં આવેલા ભોસીગામની. ભોસીગામના લોકોએ મહામારી સામે લડવા માટે વર્ષો જુનો રસ્તો અપનાવ્યો છે. ગામમાં આઈસોલેશન માટે ગામના લોકોએ ખેતરમાં રહેવાનું પસંદ કર્યુ છે.
5 કેસ સામે આવતાની સાથે જ સાવધાની, પછી શરૂ કર્યું અભિયાન
એક રિપોર્ટ અનુસાર 6,000ની આબાદી ધરાવતા આ ગામમાં 2 મહિના પહેલા કોરોનાના કેસ સામે આવ્યા હતા. જ્યારે એક લગ્ન પ્રસંગ બાદ ગામની એક યુવતી કોરોના સંક્રમિત થઈ ગઈ. આ ઉપરાંત ગયા અઠવાડિયે ગામમાં વધુ પાંચ દર્દીઓ મળ્યા. જેના કારણે ગામમાં ખલબલી મચી ગઈ.
જેને પોતાનું ખેતર નથી તે શેડમાં રહે છે
119 કેસ સામે આવ્યા બાદ આ મહામારીને અન્ય લોકો સુધી ફેલવાથી રોવા માટે દર્દીઓને આઈસોલેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણય અનુસાર, હલ્કા લક્ષણો વાળા લોકો માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર દરેક સંક્રમિત લોકોને 15-17 દિવસ માટે ખેતરમાં જવા અને ત્યાં જ રહેવા માટે તૈયાર કર્યા.