દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાદ હવે કપ્પા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. યુપીમાં કપ્પા વેરિયન્ટના બે કેસ નોંધાયા છે.
દેશમાં ઘાતક કપ્પા સ્ટ્રેન ફેલાયો
યુપીમાં 2 કેસો નોંધાયા
ડેલ્ટા વેરિયન્ટ કરતા છે વધારે ઘાતક
હાલમાં ભારત સહિત 30 દેશોમાં આ વાયરસ ફેલાયેલો છે
યુપીના દેવરિયા અને ગોરખપુરમાં કોરોનાના નવા સ્ટ્રેન કપ્પા જોવા મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે 109 સેમ્પલોની જીનોમ સિકન્વસિંગ કરવામાં આવી તેમાં કપ્પા વેરિયન્ટની પુષ્ટિ થઈ છે.જોકે આ પ્રકારના કેસો પહેલા પણ આવી ચૂક્યા છે. જે લોકોમાં આ વેરિયન્ટની પુષ્ટિ થઈ છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની ચકાસણી કરવામાં આવી રહી છે.
લખનઉની KGMU માં કરવામાં આવેલી જીનોમ સિકન્વસિંગમા સંતકબીર નગર જિલ્લાના રહેવાશી 65 વર્ષના દર્દીના સેમ્પલમાં આ વેરિયન્ટ મળ્યો હતો. જુનમાં તેનું મોત થયું હતું. રિપોર્ટ અનુસાર, 107 નમૂનામાં ડેલ્ટા સ્વરુપની પુષ્ટિ થઈ છે. 2 સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો છે.
30 દેશોમાં ફેલાયો છે કપ્પા વેરિયન્ટ
યુપી બીઆરડી માઈક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડોક્ટર અમરેશ સિંહે કહ્યું કે કપ્પા વેરિયન્ટ 30 દેશોમાં ફેલાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ સ્ટ્રેનને વેરિયન્ટ ઓફ કન્સર્ન જણાવ્યો છે. કપ્પા વેરિયન્ટ बी.1.617 ના મ્યુટેશનથી પેદા થયો છે.
lambda ઝડપથી ફેલાઈ રહ્યો છે
કોરોનાનો Lambda વેરિયન્ટમાં અસાધારણ મ્યુટેશન જોવા મળ્યું છે. આ વેરિયન્ટને શરુઆતમાં સી.37 નામ આપવામાં આવ્યું હતું. બ્રિટનમાં તેના 6 કેસો નોંધાયા છે.
Lambda વેરિયન્ટ વિશે જાણવા જેવી બાબતો
- Lambda વેરિયન્ટ Sars-CoV-2 કૂળનો વાયરસ છે જે પેરુમાંથી ફેલાયો છે.
- C.37 વેરિયન્ટ B.1.1.1 કૂળનો વાયરસ છે.
- પેરુમાં એપ્રિલ પછી નોંધાયેલા 81 ટકા કેસો Lambda વેરિયન્ટના છે.
- પહેલી વાર ઓગસ્ટ 2020 માં Lambda વેરિયન્ટ જોવા મળ્યો.
- અત્યાર સુધી 30 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.
- ભારતના ડેલ્ટા કરતા વધારે ઘાતક છે.