દિલ્હી સરકારે વિકેન્ડ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય કર્યો
દેશમાં કોરોનાના કેસમાં ભારે ભરખમ વધારો ઝીંકાયો છે. 24 કલાકમાં ફરી 3 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. આ દરમિયાન દિલ્હી સરકારે વિકેન્ડ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય કર્યો છે. બજારોમાં દુકાન ખોલવાને લઈને લાગૂ ઓડ- ઈવન સિસ્ટમ હટાવી દેવામાં આવશે. પ્રાઈવેટ ઓફિસ પણ 50 ટકા ક્ષમતા પર ચાલી શકશે. દિલ્હીમાં કોરોનાના ઘટતા કેસના ધ્યાનમાં રાખીને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સીએમએ આ પ્રસ્તાવ ઉપરાજ્યપાલને મોકલ્યો છે.
ગુરુવારે કોરોનાના 12,306 નવા મામલા સામે આવ્યા
દિલ્હીમાં ગુરુવારે કોરોનાના 12,306 નવા મામલા સામે આવ્યા અને 43 વધારે લોકોના મોત થયા હતા. જ્યારે સંક્રમણ દર ઘટીને 21. 48 ટકા થઈ ગયો. આંકડા મુજબ 10 જૂન 2021 બાદ એક દિવસમાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. દિલ્હીમાં ગત વર્ષ 10 જૂને 44 લોકોના સંક્રમણથી મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં સંક્રમણથી અત્યાર સુધીમાં 396 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ક્યારે કેટલા ટેસ્ટ થયા
બુધવારે 57, 290 સેમ્પલના કોરોના ટેસ્ટ થયા. જ્યારે મંગળવારે 57, 776 નમૂનાની તપાસ કરવામાં આવી હતી. દિલ્હીમાં બુધવારે સંક્રમણથી 35 લોકોના મોત થયા હતા અને 13, 785 નવા મામલા સામે આવ્યા હતા. જ્યારે સંક્રમણ દર 23,86 ટકા હતો.
ક્યારે કેટલા કેસ આવ્યા
દિલ્હીમાં ગત ગુરુવારે કોરોના 28, 867 મામલા સામે આવ્યા હતા. જે અત્યાર સુધીમાં આવેલા સૌથી વધારે કેસ છે. ત્યારે શુક્રવારે 24, 383 શનિવારે 20, 718 , રવિવારે 18, 286, સોમવારે 12, 527 અને મંગળવારે 11684 મામલા સામે આવ્યા હતા. દિલ્હીમાં ગત શનિવારે સંક્રમણ દર 30. 6 ટકા હતો. રવિવારે 27.9 ટકા તો સોમવારે 28 ટકા અને મંગળવારે 22.5 ટકા નોંધાયો હતો.