Corona cases increased again in this country as the cold flashes increased, new subvariants of Omicron were found
ચિંતા /
દુનિયાનું ટૅન્શન ફરી વધશે? ઠંડીનો ચમકારો વધતા જ આ દેશમાં ફરી વકર્યો કોરોના, ઓમિક્રોનના નવા સબવેરિયન્ટ મળ્યાં
Team VTV09:09 AM, 09 Oct 22
| Updated: 09:34 AM, 09 Oct 22
દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ મચાવ્યો તરખાટ, ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ હાલ પણ દેશની ગતિ અને કામકાજને પ્રભાવિત કરી રહ્યો છે.
પશ્ચિમી દેશોમાં કોરોનાથી હાહાકાર
ધંધા-ઉદ્યોગો પણ ઠપ્પ
ઓમિક્રોન વાયરસના નવા વેરિયન્ટ આવ્યા સામે
કોરોનાનો વધતો ખતરો
ઠંડી વધતાની સાથે જ દુનિયાના પશ્ચિમી દેશો ખાસ કરીને યુરોપ અને બ્રિટનમાં કોરોનાનો ખતરો વધુને વધુ ઘાતક થઈ રહ્યો છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉપલબ્ધ રસીના પ્રકાર અંગેની મૂંઝવણ બૂસ્ટર ડોઝને મર્યાદિત કરી શકે છે. ગયા ઉનાળામાં હાવી થયેલ ઓમિક્રોનના સબવેરિયન્ટ બીએ.4 બીએ.5 હાલ પણ વધારે સંક્રમણમાં સામિલ છે. ચિંતાનો વિષય એ છે કે હવે ઓમિક્રોનના નવા સબવેરિયન્ટ પણ મળી રહ્યા છે.
આ દેશોમાં કોરોનાના આંકડો પહોંચ્યો આસમાને
ખાનગી રિપોર્ટ અનુસાર બુધવારે મોડી રાત્રે જાહેર કરાયેલ WHOના આંકડા દર્શાવે છે કે પરીક્ષણમાં મોટો ઘટાડો હોવા છતાં, યુરોપમાં ગયા અઠવાડિયે કોરોનાના કેસ 15 લાખ પર પહોંચી ગયા છે, જે એક સપ્તાહ અગાઉની સરખામણીમાં 8 ટકા વધારે છે. જો કે વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તાજેતરના અઠવાડિયામાં, બ્રિટન તેમજ 27 દેશોની હોસ્પિટલોમાં દાખલ થયેલા કેસોની સંખ્યામાં વધારો થયો છે.
બ્રિટનના હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી
ખાનગી અહેવાલ અનુસાર, 4 ઑક્ટોબરે પૂરા થયેલા અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે ઇટાલીમાં કોવિડ-19થી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે. જ્યારે ICUમાં દાખલ થયેલા દર્દીઓમાં ગયા સપ્તાહની સરખામણીએ 21 ટકાનો વધારો થયો છે. આ અઠવાડિયે બ્રિટનમાં કોવિડથી હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સંખ્યામાં પાછલા અઠવાડિયાની સરખામણીમાં 45 ટકાનો વધારો થયો છે.
કોરોનાને કારણે ચીનના પર્યટનમાં 18 ટકાનો ઘટાડો
ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ હજુ પણ દેશના કામકાજને ગંભીર રીતે અસર કરી રહ્યો છે. જેના કારણે પર્યટન ઉદ્યોગને માઠી અસર થઈ છે. ચીનમાં 1 ઓક્ટોબરથી અઠવાડિયા સુધી ચાલનારા "રાષ્ટ્રીય દિવસ અવકાશ"ની રજા દરમિયાન 42.20 કરોડ પ્રવાસીઓએ ચીનની મુલાકાત લીધી હતી. ગયા વર્ષની રજાઓ કરતાં આ આંકડો 18.2% ઓછો છે. તમને જણાવી દઈએ કે હાલ ચીનમાં કોરોનાના વધતા કહેરને લઈને તંત્ર દ્વારા વધુ કડકાઈ લેવામાં આવી રહી છે.