ફરી એક વાર દેશના અનેક ભાગોમાંથી અનેક મજૂરો પયાલયન કરવાનું શરુ કરી દીધું છે.
દિલ્હીમાં મજૂરો ઘર વાપસી કરી રહ્યા છે
મહારાષ્ટ્રથી મજુરોનું પલાયન
મોટી સંખ્યામાં ઝારખંડ પાછા ફરી રહ્યા છે મજૂરો
કોરોનાના વધતા કેસની વચ્ચે સરકાર લોકડાઉન સહિત અને પ્રતિબંધો લાગવવા મજબૂર છે. ત્યારે પ્રતિબંધોની કામકાજ પર અસર પડી રહી છે અને ફરી એક વાર દેશના અનેક ભાગોમાંથી અનેક મજૂરો પયાલયન કરવાનું શરુ કરી દીધું છે.
દિલ્હીમાં મજૂરો ઘર વાપસી કરી રહ્યા છે
દિલ્હીમાં સતત કોરોના મામલા વધવાની સાથે પ્રવાસી મજૂરોનું પલાયન જારી છે. ગત દિવસોમાં દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર મજૂરોની ભીડ જોવા મળી રહી છે અને અનેક લોકો ઘરે જવા ઈચ્છે છે. તેવામાં પાછા ફરનારા મજૂરોનું કહેવું છે કે કોરોનાના માલા વધી રહ્યા છે. તો લોકડાઉન લાગી શકે છે એટલા માટે યોગ્ય છે કે આપણે ઘરે ચાલ્ય જઈએ. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અનેક દિવસોથી આજ દ્રશ્ય જોવા મળી રહ્યો છે. એ પછી બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન, મજૂર મોટી સંખ્યામાં પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે.
મહારાષ્ટ્રથી મજુરોનું પલાયન
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ માથાથી ઉપર જતુ રહ્યું છે. અનેક પ્રતિબંધ અને નાઈટ કર્ફ્યૂ બાદ 15 દિવસના સંપૂર્ણ લોકડાઉનનું સંકટ તોડાઈ રહ્યુ છે. એટલા માટે પ્રવાસી મજૂરો ઘઙરે જઈ રહ્યા છે. મુંબઈ રેલવે સ્ટેશન પર ભારે સંખ્યામાં મજૂરોની ભીડ છે. મુંબઈ સિવાય પુને, નાસિક અને નાગપુરમાંથી આવા સમાચાર આવી રહ્યા છે. જાણકારી મુજબ ધારાવીમાંથી 25 હજાર મજુરો પાછા જઈ ચૂક્યા છે.
મોટી સંખ્યામાં ઝારખંડ પાછા ફરી રહ્યા છે મજૂરો
મહારાષ્ટ્રમાંથી ઝારખંડ પાછા ફરનારા મજૂરોની સંખ્યા ઘણી વધારે છે. ગત દિવસોમાં મુંબઈથી રાંચી મોટી સંખ્યામાં મજૂરો ટ્રેનોમાં ભરાઈ ચૂક્યા છે. રાંચી સ્ટેશન પર પહોંચેલા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે.
મંગળવારે દેશમાં કોરોનાનો કહેર આ રીતે વર્તાયો
24 કલાકમાં કુલ કેસ -160694
24 કલાકમાં મોત -880
24 કલાકમાં સાજા થનારા -96727
દેશમાં કુલ કેસની સંખ્યા- 13686073
દેશમાં કુલ એક્ટિવ કેસ- 1258906
દેશમાં કુલ મોત - 171089