બ્રેકિંગ ન્યુઝ
VTV / CORONA CASES DECREASE FROM LAST 71 DAYS : HEALTH MINISTRY
ParthB
Last Updated: 11:05 AM, 13 June 2021
ADVERTISEMENT
દેશમાં છેલ્લા 6 દિવસથી નોંધાઈ રહ્યા છે ઓછા કેસો
દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં જ્યારે સમગ્ર દેશમાં ચાર લાખથી વધુ કેસો સામે આવી રહ્યા હતા, હવે આ કેસમાં સારા સમાચાર એવા છે કે આ કેસમાં એક લાખથી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલયે આપેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 80,834 કેસો સામે આવ્યા છે અને 3303 દર્દીઓના કોરોના વાયરસને કારણે મોત થયા છે. આ આંકડા છેલ્લા 71 દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી ઓછા આંકડા છે.
ADVERTISEMENT
એક નજર છેલ્લા ત્રણ દિવસના આંકડા પર
કોરોનાની બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થવા લાગી છે. કોરોના સંક્રમણના સતત 5માં દિવસે કેસ 1 લાખથી ઓછા રહ્યા છે. ગત ત્રણ દિવસમાં દેશમાં 84 હજાર 332 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 4002 દર્દીઓના જીવ ગયા છે. ખાસ વાત એ છે કે 70 દિવસમાં કોરોના સંક્રમણના સૌથી ઓછા કેસ આવ્યા છે. કોરોનાના નવા કેસો સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 કરોડ 93 લાખ 59 હજાર 155 થઈ ગઈ છે.
દેશમાં કુલ આટલા કેસો છે એક્ટિવ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 10 લાખ 80 હજાર 690 એક્ટિવ કેસ છે. જ્યારે 2 કરોડ 79 લાખ 11 હજાર 384 લોકો સાજા થઈ પોતાના ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 3 લાખ 67 હજાર 81 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મોટી રાહત મળતી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.