બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / corona case latets updates in india

સાવધાન / દેશમાં ચોથી લહેરની શરૂઆત, એક જ દિવસમાં 8 હજારથી વધુ કેસ આવતા IMAએ આપી મોટી ચેતવણી

Pravin

Last Updated: 11:41 AM, 12 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8582 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે આ દરમિયાન 4 દર્દીઓના મોત થયા છે.

  • દેશમાં દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે
  • ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ચિંતા વ્યક્ત કરી
  • દેશમાં ચોથી લહેર શરૂ થઈ હોવાની વાત સ્વિકારી

 

કોરોના સંક્રમણમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8582 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે આ દરમિયાન 4 દર્દીઓના મોત થયા છે. કોરોનાને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, દેશમાં કોરોનાની ચોથી લહેરની શરૂઆત થઈ ચુકી છે. જો લોકો સાવધાની નહીં રાખે તો, મુશ્કેલી આવશે. માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું પડશે. વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવા માટે પણ સૂચના આપી છે. ઉપરાંત બાળકોનું જલ્દી વેક્સિનેશન કરાવવા માટે પણ ભલામણ કરી છે. 

  • દેશમાં કોરોનાની ચોથી લહેરની શરૂઆત
  • કોરોનાને લઈને ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનનું નિવેદન 
  • કોરોનાની ચોથી લહેરની શરૂવાત થઈ ચૂકી છેઃ IMA
  • લોકો સાવધાની નહી રાખે તો મુશ્કેલ સમય આવશેઃ IMA
  • લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ ધ્યાન રાખેઃ IMA
  • વેક્સીનનો પ્રિકોશન ડોઝ ખાસ લેવામાં આવેઃ IMA
  • બાળકોનું વેક્સીનેશન જલદી કરવામાં આવેઃ IMA

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

11 જૂન 2022ના રોજ ગુજરાતમાં નવા 154 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 82, વડોદરામાં 33 અને સુરતમાં 15 કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 5, રાજકોટમાં 4, મહેસાણા અને વલસાડમાં 3-3 ભાવનગર,   કચ્છ, આણંદ અને ભરૂચમાં 2-2, ખેડા જિલ્લામાં એક કેસ નોંધાયો છે.

શનિવારે 58 દર્દી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 704 થઇ છે, આ તમામની તબિયત સારી છે. તો રાહતના સમાચાર એ છે કે કોરોનાથી કોઇ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 1214463 દર્દી સાજા થઇ ચૂક્યા છે. તો 10945 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 99.05 ટકા છે.

દેશમાં કોરોનાની લેટેસ્ટ અપડેટ

કોરોના સંક્રમણમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8582 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે આ દરમિયાન 4 દર્દીઓના મોત થયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે એક દિવસમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 44,553 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં 4,435 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. બીજી તરફ, મુંબઈના આંકડા ડરાવી દે તેવા છે. અહીં એક્ટિવ દર્દીઓની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે.

શનિવારે, દિલ્હીમાં કોવિડ -19 ના 795 નવા કેસ નોંધાયા અને ચેપ દર વધીને 4.11 ટકા થયો. વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, અગાઉ 13 મેના રોજ, દિલ્હીમાં 899 નવા કેસ નોંધાયા હતા અને ચાર લોકોના મોત થયા હતા, જ્યારે પોઝિટિવિટી રેટ 3.34 ટકા હતો. ગુરુવાર અને શુક્રવાર બંને દિવસે રાજધાનીમાં દૈનિક કેસ 600 થી વધુ હતા અને પોઝિટિવીટી રેટ ત્રણ ટકાથી વધુ હતો.

મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યા છે

મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડના 2,922 નવા કેસ આવ્યા, જે શુક્રવાર કરતા 159 ઓછા છે. રાજ્યમાં કોરોના વાયરસના ચેપને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 12 મેના રોજ ઈંગ્લેન્ડથી પરત આવેલા પુણેના 37 વર્ષીય પુરુષને BA.5 સબ-વેરિઅન્ટથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં ચેપના 3,081 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા ચાર મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં શનિવાર સુધીમાં કુલ 79,07,631 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જેમાંથી 1,47,868 લોકોના મોત થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona case in india covid 19 covid fourth wave in india Corona virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ