Team VTV07:38 PM, 16 Jan 22
| Updated: 07:34 PM, 17 Jan 22
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,71,202 નવા કોરોના કેસ નોંધાયા છે તો આજે ગુજરાતમાં 10,150 કોરોના કેસ સામે આવ્યા છે
ગુજરાતમાં ફરી કોરોના કેસોનો રાફડો ફાટ્યો
છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ કોરોના પોઝિટિવ
ગુજરાતમાં કોરોના દિવસે બે ગણો અને રાત્રે ચાર ગણો કહેવતની જેમ તેજ ગતિથી લોકોને જકડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ સામે આવતા ત્રીજી લહેરની ખતરનાક સ્થિતિ આંખ સામે તરી રહી છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 3315 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 2752 કેસ તો રાજકોટમાં 467 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 264 કેસ, ભાવનગરમાં 376 કેસ સામે આવતા કોરોના પીક સ્પીડે આગળ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.કોરોનાને લીધે વધુ 8 લોકોના મોત થયા જયારે એક્ટિવ કેસની સંખ્યા 63,610 પર પહોંચી ગઈ છે.હાલ કુલ 83 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે.
કયા જિલ્લામાં કેટલા કેસ?
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 3315 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 2757 કેસ, વડોદરામાં 1242 કેસ, રાજકોટમાં 467 કેસ, ભાવનગરમાં 376 કેસ, ગાંધીનગરમાં 264 કેસ,જામનગરમાં 234 કેસ, જુનાગઢમાં 52 કેસ મોટા શહેરોમાં સામે આવ્યા છે. તો વલસાડમાં 283 કેસ, કચ્છમાં 157 કેસ, ભરૂચમાં 130 કેસ, આણંદમાં 114 કેસ, નવસારીમાં 97 કેસ, મોરબીમાં 90 કેસ, મહેસાણામાં 85 કેસ, પાટણમાં 84 કેસ, ગીર સોમનાથ 83, દ્વારકામાં 55 કેસ, બનાસકાંઠામાં 54 કેસ, સુરેન્દ્રનગરમાં 54 કેસ, ખેડામાં 35 કેસ, અમરેલીમાં 34 કેસ, દાહોદમાં 17 કેસ, સાબરકાંઠામાં 15 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.
શું છે મોટા શહેરોની સ્થિતિ(શનિવારના કોરોના કેસના આંકડા મુજબ)
- અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસમાં 45 કેસ, કુલ 332 જેટલા એક્ટિવ કેસ, 14 કન્ટેઈન્મેન્ટ ઝોન
ભારતમાં 2,71,202 નવા કેસ
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ 71 હજાર 202 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 304 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગઇકાલે ભારતમાં 2,68,833 કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15 લાખ 50થી વધુ છે જે ધીમે ધીમે હજુ પણ વધી શકે છે. આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 86 હજાર દર્દીઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે. રાહતની બાબત કહી શકાય કે એક જ દિવસમાં એક લાખ 38 હજાર દર્દીઓએ કોરોના વાયરસને મહાત આપી છે.