બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coromandel express train accident updates and highlight indian railways

કોરોમંડલ ટ્રેન દુર્ઘટના / બાલાસોર ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 233ને પાર, 900થી વધુ ઘાયલ, NDRF-ODRAFની ટીમ ખડે પગે તૈનાત

Malay

Last Updated: 08:06 AM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Coromandel Express Train Accident: કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મૃત્યુ થયા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે સેના પણ આ ઓપરેશનમાં જોડાઈ ગઈ છે. એરફોર્સનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે.

 

  • ઓડિશાના બાલાસોરમાં ગમખ્વાર ટ્રેન અકસ્માત
  • દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત 
  • સતત વધી રહ્યો છે મૃત્યુઆંક, બચાવ કામગીરી ચાલું
  • અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત

હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન દુર્ઘટનાને 12 કલાક વીતી ગયા હોવા છતાં હજુ પણ કેટલાક મૃતદેહો ટ્રેનના કોચમાં છે. હજુ પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. CRS/SE સર્કલ એએમ ચૌધરી અકસ્માતની તપાસ કરશે.

નેપાળના PM પ્રચંડે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
ભારતના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે પણ ઓડિશામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ અકસ્માતમાં 233 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક અને સંવેદના વ્યક્ત કરી છે. પીએમએ ટ્વીટ કર્યું, ઓડિશામાં ટ્રેન દુર્ઘટના વિશે જાણીને હું દુ:ખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

હજુ પણ લોકો ફસાયા હોવાની આશંકા 
મળતી માહિતી મુજબ, ટ્રેનની બોગીમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે સેના પણ આ ઓપરેશનમાં જોડાઈ ગઈ છે. એરફોર્સનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે.

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત 
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ માહિતી આપી છે. જણાવી દઈએ કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ ઘટનામાં 900થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સીએમ નવીન પટનાયક થોડીવારમાં પહોંચશે
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ મુખ્યમંત્રી નવીન પટનાયક આજે સવારે બાલાસોર જશે, જ્યાં તેઓ ઘટનાસ્થળની મુલાકાત લેશે. કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે લગભગ સાત વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. હવે આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. આજે ઓડિશામાં કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહીં.

રેલ દુર્ઘટના બાદ 48 ટ્રેન રદ કરાઈ
- 38 ટ્રોનોના રૂટ ડાયવર્ટ કરાયા 
- હવડા-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરાઈ
- હાવડા-બેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરાઈ
- હાવડા - ચેન્નઈ મેલ રદ કરાઈ
- હાવડા - સંબલપુર એક્સપ્રેસ રદ કરાઈ
- સંતરામગાછી-પુરી એક્સપ્રેસ રદ કરાઈ

રેલવેએ ક્યાં હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

  • હાવડા- 033 - 26382217
  • ખડગપુર- 8972073925, 9332392339
  • બાલાસોર- 8249591559, 7978418322
  • શાલીમાર (કોલકાતા) - 9903370746
  • રેલમદદ- 044-2535 4771

અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીડિતોને વળતરની રકમની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Updates coromandel express train train accident કોરોમંડલ ટ્રેન દુર્ઘટના ટ્રેન અકસ્માત બાલાસોર ટ્રેન અકસ્માત મૃત્યુઆંક 233ને પાર Coromandel Express Train Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ