અમેરિકામાં 24 કલાકમાં ફરી 18 હજાર દર્દીઓની સંખ્યા વધી. અમેરિકા અને ઈટલી વચ્ચે જાણે હોડ લાગી હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી અમેરિકામાં કોરોના વાયરસના કેસ ઈટલી કરતા પણ વધારે ઝડપથી વધી રહ્યા છે. યુએસમાં 24 કલાકમાં 345 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 1 મિનિટમાં 13 દર્દીઓ વધે છે. જ્યારે અમેરિકામા હાલ દર્દીઓની સંખ્યા 104, 205 થઈ ગઈ છે.
યુએસમાં 104, 205 લોકો કોરોના ગ્રસ્ત
24 કલાકમાં 18000 દર્દીઓ સામે આવ્યા
દર 1 મિનિટે વધી રહ્યા છે 13 દર્દી
જ્યારે 2525 લોકો રિકવર થઈ ગયા છે
કોરોના વાયરસને પગલે યુએસમાં 24 કલાકમાં 345 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 1 મિનિટમાં 13 દર્દીઓ વધે છે. જ્યારે અમેરિકામા હાલ દર્દીઓની સંખ્યા 104, 205 થઈ ગઈ છે. 24 કલાકમાં 18 હજાર નવા દર્દી સામે આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 1701 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 99, 979 એક્ટિવ કેસ છે. જ્યારે 2525 લોકો રિકવર થઈ ગયા છે.
અહીં 3295 લોકોના મોત નિપજ્યા છે
અમેરિકાએ કોરોના મુદ્દે ચીન અને ઈટલીને પાછળ મુકી દીધું છે. ઈટલીમાં કોરોનાના 86498 કેસ છે જ્યારે 9, 134 લોકોના મોત છે. તેની સરખામણીએ અમેરિકાનો મૃત્યુ દર ઓછો છે. જ્યારે ચીનમાં 81, 394 કેસ છે. અને અહીં 3295 લોકોના મોત નિપજ્યા છે.
ન્યૂયોર્કમાં ઈટલી જેવી સ્થિતી
અમેરિકાનું ક્યારેય ન ઊંઘનારું શહેર ન્યૂયોર્ક આ દિવસોમાં કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે. કોરોનાના સૌથી વધારે કેસ અહીં છે. એક આંકડા પ્રમાણે અમેરિકાના અડધાથી વધારે કોરોનાના દર્દી ન્યૂયોર્કમાં છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં 500થી વધારે લોકોના મોત નિપજ્યા છે.