વલસાડમાં લોનની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. હાઈલાઈન ફાયનાન્સ નામે લોન આપવાના બહાને 3 લોકો સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ. આ મામલે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. ફરિયાદ થતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસે પુછપરછ કરવામાં આવતા વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.
વલસાડમાં લોનની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી
હાઈલાઈન ફાયનાન્સ નામે લોન આપવાના બહાને છેતરપિંડી
વલસાડ પોલીસ સ્ટેશન ફરિયાદ થતા 2 આરોપીઓની ધરપકડ
અત્યાર સુધી 3 ગ્રાહકો પાસેથી 5 લાખની છેતરપિંડી સામે આવી
વલસાડમાં લોન આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરવા નું એક મસમોટું રેકેટ બહાર આવ્યું છે.. હાઇલાઈન ફાઇનાન્સિયલ કંપની દ્વારા માત્ર 48 કલાકમાં જ લાખો રૂપિયાની લોન કરી આપવાની લાલચ આપી કંપનીના કર્મચારીઓએ ગ્રાહકો પાસેથી વિવિધ ચાર્જ ના રૂપે લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ લોન નહીં આપી ઠગાઈ કરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે ..સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ.. પોલીસે ફાઇનાન્સિયલ કંપનીના બે કર્મચારીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.. ત્યારે પોલીસની તપાસમાં ભોગ બનેલા ની સંખ્યા અને ઠગાઇનો નો આંકડો લાખો રૂપિયા ને પાર કરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
વલસાડમાં ફરી એક વખત એક મસમોટું કૌભાંડ બહાર આવ્યું
વલસાડ સીટી પોલીસ સ્ટેશન માં ધક્કા ખાઈ રહેલ આ લોકો સાથે છેતરપિંડી ની ઘટના બની છે. વલસાડ પોલીસ પર એક આશ લગાવીને બેઠેલા આ લોકો છેતરાયા છે. જી હા વલસાડમાં ફરી એક વખત એક મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ વખતે વલસાડમાં હાઈલાઈં ફાઈનાન્સિયલ સર્વિસીસ નામની એક પ્રાઇવેટ કંપનીએ પોતાના ગ્રાહકોને લોન આપવાના નામે લાખો રૂપિયાની ઠગાઇ કરી હોવાની વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.
સર્વિસની ઓફિસમાં લોન માટે અરજી કરી હતી
વલસાડમાં હાઈલાઇન્ન ફાઇનાન્સીયલ સર્વિસ નામની ઓફિસ ધરાવતી આ કંપનીએ ગ્રાહકોને આકર્ષવા શરૂઆતમાં હેન્ડ બિલ માં છપાવી. તેમાં માત્ર 48 કલાકમાં જ લાખો રૂપિયાની લોન મંજૂર કરવાની જાહેરાત કરી હતી. જેના થી લલચાઈને અનેક લોકોએ આ ફાયનાન્સ સર્વિસની ઓફિસમાં લોન માટે અરજી કરી હતી.
આ કંપનીના કર્મચારીઓને લાખો રૂપિયાની લાંચ આપી હતી
જોકે જરૂરિયાતમંદ લોકોની મજબૂરી મજબૂરી નો લાભ ઉઠાવી આ ફાઇનાન્સિયલ કંપનીના કેટલાક કર્મચારીઓએ લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. કંપનીના કેટલાક કર્મચારીઓએ લોન માટે અરજી કરનાર ગ્રાહકો પાસેથી વિવિધ ચાર્જ ના રૂપે લાખો રૂપિયાની માંગ કરી હતી. જોકે સરળતાથી મોટી લોન મળી જશે તેવી અપેક્ષા એ કેટલાક લોકોએ આ કંપનીના કર્મચારીઓને લાખો રૂપિયાની લાંચ આપી હતી. જોકે વાયદા મુજબ લોન મંજૂર નહીં થતા. લોકોએ પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું જાણ થતા જ તેમની પગ નીચે થી જમીન સરકી ગઈ હતી
ગ્રાહકોએ વર્ષ 2019 માં આ કંપની માં લોન માટેની અરજી કરી હતી
હાઈલાંઈન ફાઈનાન્સિયલ સર્વિસીસ નામની આ કંપની એ 2019 ના ઓગસ્ટ મહિનામાં એક જાહેરાત છપાવી હતી. તેમાં લોન લોકોને લોભામણી લાલચ આપી હતી. જેમાં ડિફોલ્ટરો અને પૂરતા કાગળો કે દસ્તાવેજ નહીં હોય તેવા લોકોને પણ માત્ર. 48 કલાકમાં જ લાખો રૂપિયાની લોન મંજૂર કરી આપવાની લોભામણી લાલચ આપી હતી. આથી અન્ય બેન્કો કે કોઈ અન્ય સંસ્થાઓ માંથી લોન નહીં મેળવી શકનાર અનેક ગ્રાહકોએ વર્ષ 2019 માં આ કંપની માં લોન માટેની અરજી કરી હતી.
પોલીસે આ મામલે 2 આરોપી ની ધરપકડ કરી છે
જોકે 48 કલાકમાં જ લાખો રૂપિયાની લોન મંજૂર કરી આપવાની લાલચ આપનાર આ ફાઇનાન્સ કંપની દ્વારા મહિનાઓનો સમય વીતી ગયા બાદ પણ. લોન મંજૂર નહીં કરતા. ભોગ બનેલા લોકોએ પોલીસ નું શરણ લીધું હતું. અને ઠગાઈ કરનાર કંપની અને તેના કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે વલસાડ પોલીસે આ મામલે 2 આરોપી ની ધરપકડ કરી છે
માસ્ટરમાઈન્ડ એવો હરીશ ઓઝરકર પોલીસ પકડથી દૂર
મસમોટા આ કૌભાંડ માં હાલે વલસાડ પોલીસે દર્શન સુરેશ પટેલ અને કિશોર લાલજી પ્રજાપતિ ની ધરપકડ કરી લીધી છે જોકે આ કૌભાંડ નો મુખ્ય માસ્ટરમાઈન્ડ એવો હરીશ ઓઝરકર પોલીસ પકડથી દૂર છે.
બે મહિલા મનીષા સોની અને દ્રષ્ટિ સોની પણ આ મામલે વોન્ટેડ જાહેર
અન્ય બે મહિલા મનીષા સોની અને દ્રષ્ટિ સોની પણ આ મામલે વોન્ટેડ જાહેર કરવા માં આવી છે આમ 5 માંથી 2 આરોપી ઝડપાઇ ચુક્યા છે. અત્યાર સુધી આ કંપનીના કેટલાક કર્મચારીઓએ ત્રણ ગ્રાહકો પાસેથી રૂપિયા પાંચ લાખથી વધુની રકમની ઠગાઇ કરી હોવાની હકીકત બહાર આવી છે. જોકે આગામી સમયમાં પોલીસ તપાસમાં ભોગ બનેલા લોકોની સંખ્યા અને ઠગાઇનો આંકડો પણ લાખો રૂપિયાને પાર કરી જાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં લોભામણી લાલચ આપી ગરજાઉ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ ના અનેક કૌભાંડો બહાર આવી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખતઆ હાઈ લાઇન ફાયાનાંસિયલ સર્વિસ નામની આ કંપની દ્વારા લાખો રૂપિયાની લોન આપવાની લોભામણી લાલચ આપી. જરૂરિયાતમંદ લોકોની મજબુરીનો લાભ ઉઠાવી લોન ઇચ્છુક લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચર્યું હોવાનું કૌભાંડ બહાર આવતાજ હવે ભોગ બનેલા લોકો પોલીસનો સંપર્ક સાધી રહ્યા છે. ત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી આવી લેભાગુ ફાયાનાસિયાલ કંપનીઓ વિરુદ્ધ કાયદેસર અને દાખલારૂપ કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.