બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / core committee chaired by CM Rupani took 7 big decisions for Gujarat

મુખ્યમંત્રીના આદેશ / વકરતા કોરોનાથી CM રૂપાણી હરકતમાં, ગુજરાત માટે આજે લીધા 7 મોટા નિર્ણય, તમારે જાણવા ખાસ જરૂરી

Shyam

Last Updated: 09:39 PM, 5 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે 7  મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી કોર કમિટીની બેઠક

  • ગાંધીનગરમાં CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક
  • મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 7 મહત્વના નિર્ણય કરાયા
  • રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈ IAS-IFSને મળશે જવાબદારી

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે 7  મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં સંક્રમિતોની સારવાર માટે ઓકસિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં મળી રહે તેના માટે નિર્ણય કરાયા છે. અને મુખ્યમંત્રી દ્વારા તાકીદે કામગીરી કરવા આદેશ પણ કરાયા છે. 

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીના 7 મહત્વના નિર્ણય

  • ઓક્સિજનના ઉત્પાદકોએ 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્ર માટે આપવાનો રહેશે
  • 8 મહાનગરોમાં 500-500 બેડના કોવિડ સેન્ટર શરૂ કરાશે 
  • કોવિડ સેન્ટરનું સુપરવિઝન 8 IAS-IFS અધિકારીઓને સોંપાયું
  • પ્રાઇવેટ નર્સિંગ હોમ ક્લિનિક્સ ICU કે વેન્ટિલેટર સુવિધા સિવાય ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે 
  • કોવિડ હેલ્થ સેન્ટર માટે દૈનિક મહત્તમ 2 હજાર રૂપિયા ચાર્જ લઇ શકાશે, કોવિડ કેર સેન્ટર માટે દૈનિક મહત્તમ 1500 ચાર્જ લઇ શકાશે, આ ચાર્જમાં રેમડીસીવીર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ નહીં 
  • સિવિલ હોસ્પિટલ સોલા, SVP, નગરી અને LG હોસ્પિટલમાં ઇન્જેકશન નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે 
  • આગામી દિવસોમાં રાજ્યની બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી ટ્રિપલ લેયર માસ્ક રૂપિયા 1ની કિંમતે નાગરિકોને મળશે

રાજ્ય સરકારે 8 મનપામાં વકરતી કોરોનાની સ્થિતિને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા માટે IAS કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. મૂળ કામગીરી ઉપરાંત . વિવિધ જિલ્લાઓમાં કોવિડ કેર સેન્ટરમાં તબીબી કામગીરીનું સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

કયા અધિકારીને સોંપાઇ જવાબદારી

1. ડૉ.મનીષ બંસલ IAS અમદાવાદ જિલ્લાની જવાબદારી
2. દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સુરતની જવાબદારી
3. ડૉ.હર્ષિત ગોસાવી IAS વડોદરાની જવાબદારી
4. અમિત યાદવ IAS ગાંધીનગરની જવાબદારી
5. સ્તુતિ ચારણ IAS રાજકોટની જવાબદારી
6. આર.આર.ડામોર GAS ભાવનગરની જવાબદારી
7 આર.ધનપાલ IFS જામનગરની જવાબદારી
8. ડૉ.સુનિલકુમાર બેરવાલ IFSને જૂનાગઢની જવાબદારી

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3160 કેસ નોંધાયા છે અને 2028 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 15 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 

અત્યાર સુધીમાં 4581 લોકોના થયાં મોત

આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4581 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. 

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 773 કેસ અને ગ્રામ્યમાં 14 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 603 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 185 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 216 કેસ, જ્યારે ગ્રામ્યમાં 114 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 283 કેસ અને ગ્રામ્યમાં 28 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

સંકળાયેલા મુદ્દાઓ

corona update gandhinagar કોર કમિટીની બેઠક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાત મહત્વના નિર્ણય CM Vijay Rupani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ