ગાંધીનગર / થર્મલ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પોઝન ટેકનિકથી કરાયા જમીનદોસ્ત

ગાંધીનગરના પેથાપુર પાસે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા મોટા કુલીંગ ટાવરને નવી બ્લાષ્ટ ટેકનીકથી તોડી પાડવામાં આવ્યાં છે. GEBના 118 મીટર ઉંચા અને 35 વર્ષ જુના બે ટાવરને તોડી પાડવાના સરકારના નિર્ણયથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરકારે પાવર સ્ટેશનના 2 યુનિટ બંધ કરવાનો નિર્ણય લીધા બાદ થર્મલ પાવર સ્ટેશનના 5માંથી 2 ટાવરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કંટ્રોલ બ્લાસ્ટિંગ ઈમ્પ્લોઝન ટેકનિકની મદદથી આ બંન્ને ટાવરને તોડી પાડવામાં આવ્ય હતાં અને ધૂળને બેસાડવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ