બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઘરમાં વપરાતા કુકિંગ તેલથી કોલોન કેન્સરનું જોખમ, લેટેસ્ટ રિસર્ચમાં ડરાવી દેતો ખુલાસો

કુકિંગ ઓઈલ / ઘરમાં વપરાતા કુકિંગ તેલથી કોલોન કેન્સરનું જોખમ, લેટેસ્ટ રિસર્ચમાં ડરાવી દેતો ખુલાસો

Last Updated: 07:04 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુકિંગ ઓઈલ કેન્સરનું જોખમ વધારે છે. મોટાભાગના યુવાનો કોલોન કેન્સરનો શિકાર બની રહ્યા છે. કેન્સર એક જીવલેણ રોગ છે. જાણો કેવી રીતે બચવું આ રોગથી અને કયા તેલનો વપરાશ વધુ કરવો.

તાજેતરના સંશોધનોથી જાણવા મળ્યું છે કે, આપણા રસોડામાં હાજર રહેલ રસોઈ તેલ કેન્સરનું જોખમ વધારે છે. મેડિકલ જર્નલ ગટના આ સંશોધન થકી જાણવા મળ્યું છે કે, રસોઈમાં ઉપયોગમાં લેવાતા કેટલાક તેલ, ખાસ કરીને બીજનું તેલ, કેન્સર જેવા રોગોને પ્રોત્સાહન આપે છે. તેમાં સૂર્યમુખી, દ્રાક્ષના બીજ, કેનોલા અને મકાઈના તેલનો સમાવેશ થાય છે, જેના કારણે કેન્સરનું જોખમ વધી જાય છે. આ સંશોધન કોલોન કેન્સરના 80 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું.

આ દર્દીઓમાં બાયોએક્ટિવ લિપિડ્સનું હાઇ લેવલ જોવા મળ્યું હતું. 30 થી 85 વર્ષની વયના આ દર્દીઓના 81 કેન્સર ગાંઠના નમૂનાઓ તપાસવામાં આવ્યા હતા. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કેન્સરની ગાંઠોમાં લિપિડની વધુ માત્રા બીજના તેલને કારણે છે.

વધુ વાંચો: બાળકોને બોટલથી દૂધ પીવડાવતા હોય તો ચેતજો! નાની ઉંમરથી જ આ બીમારીઓનું જોખમ

બીજું કે, બીજનું તેલ શરીરમાં બળતરા પેદા કરે છે. બીજના તેલમાં હાજર ઓમેગા-6 અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ ડાયાબિટીસ અને હૃદય રોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. જો તમે રસોઈમાં બીજના તેલનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો તે ચોક્કસપણે ક્રોનિક સોજા તરફ વધે છે. આ કારણે કેન્સરનું જોખમ વધારે જોવા મળે છે.

ધ્યાન રાખો આ બાબતને

બીજના તેલનો વધુ પડતો ઉપયોગ કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધારી શકે છે. તમે દેશી ઘી, નારિયેળ તેલ અથવા ઓલિવ તેલ જેવા હેલ્થી વિકલ્પો પસંદ કરી શકો છો. આ તમને ફિટ રાખવામાં મદદ કરશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Colon Cancer Cooking Oil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ