બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:54 PM, 13 December 2024
લોકપ્રિય ટોલીવૂડ અભિનેતા અલ્લુ અર્જુન જેલથી છૂટવાને લઈને શુક્રવારની રાત્રે સસ્પેન્સ ચાલુ છે. જોકે પુષ્પા એક્ટર અલ્લુ અર્જુન તેલંગાણા હાઈકોર્ટે જામીન આપી દીધી હતી પરંતુ ચંચલગુંડા સેન્ટ્રલ જેલના અધિકારીઓને હાઇકોર્ટનો આદેશ નથી મળ્યો. ત્યારે હવે સંભાવના છે કે અભિનેતા અલ્લુ અર્જુનને આખી રાત જેલમાં પસાર કરવી પડી શકે છે.
ADVERTISEMENT
મોટી સંખ્યામાં અભિનેતાના ફેંસ જેલની બહાર તેની છૂટવાની રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુનના વકીલોએ હાઈ કોર્ટના નિર્દેશ મુજબ જેલ અધિકારોને જમા કરાવવા માટે 50,000 રૂપિયાના બે વ્યક્તિગત બોન્ડ તૈયાર કર્યા હતા.
ADVERTISEMENT
શું હતી ઘટના
વાત 4 ડિસેમ્બરની છે, જ્યારે પુષ્પા 2 રિલીઝ થઈ હતી. હૈદરાબાદમાં સવારે ૩ વાગ્યાથી ફિલ્મના શો યોજાયા હતા. પુષ્પા 2 નો પ્રીમિયર શો સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. અલ્લુની ફિલ્મનો ફર્સ્ટ ડે શો જોવા માટે ચાહકો આતુર હતા. થિયેટરની બહાર ચાહકોની ભીડ હતી. લોકો નાચી રહ્યા હતા. ઢોલ વગાડવામાં આવી રહ્યા હતા. ઘણા લોકો ફટાકડા ફોડતા પણ જોવા મળ્યા હતા. સ્ક્રિનિંગ દરમિયાન લોકો જ્યારે અચાનક સાંભળ્યું કે અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવા જઈ રહ્યો છે ત્યારે લોકો નિયંત્રણથી બહાર થઈ ગયા. અહીંથી સમગ્ર મામલો શરૂ થયો હતો. અલ્લુ અર્જુનને જોવા માટે લોકોમાં હોબાળો મચી ગયો હતો. સ્ટારને જોવા માટે મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને નવ વર્ષના પુત્રને ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
વળતરની કરી હતી જાહેરાત
સમગ્ર ઘટનાને લઇ અભિનેતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહિલાના મૃત્યુ પર 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે સંધ્યા થિયેટરમાં જે અકસ્માત થયો તે ન થવો જોઈતો હતો. હું સાંજે થિયેટરમાં ગયો. હું આખું સિનેમા પણ ન જોઈ શક્યો કારણ કે તે જ ક્ષણે મારા મેનેજરે મને કહ્યું કે અહીં ઘણી ભીડ છે, આપણે અહીંથી નીકળી જવું જોઈએ. પછી આખો મામલો બીજા દિવસે સવારે મને જણાવવામાં આવ્યો હતો. જેને લઇ હું બ્લેન્ક આઉટ થઇ ગયો હતો.
મહિલાનું મોત કેવી રીતે થયું?
આ મહિલા દિલસુખનગરની રહેવાસી હતી. તેનું નામ રેવતી (39) હતું. તે તેના પતિ અને બે બાળકો શ્રીતેજ (9) અને સાન્વિકા (7) સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. અલ્લુ આવતા જ ત્યાં હોબાળો મચી ગયો. લોકો થિયેટરના ગેટની અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. આ દરમિયાન રેવતી અને તેનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યારે પોલીસે તરત જ માતા-પુત્રને વિદ્યાનગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે આ ઘટનામાં રેવતીને બચાવી શકાઈ ન હતી. અને પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અભિનેતાએ વાંધો વ્યક્ત કર્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુને તેની ધરપકડની રીત પર વાંધો વ્યક્ત કર્યો છે. અભિનેતાએ દાવો કર્યો છે કે પોલીસે તેને નાસ્તો પૂરો કરવા દીધો ન હતો. અભિનેતાનું એમ પણ કહેવું છે કે પોલીસે તેને સીધો તેના બેડરૂમમાંથી ઝડપી લીધો હતો. તેને કપડાં બદલવાની તક પણ આપવામાં આવી ન હતી. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેતા લિફ્ટમાં જતો જોવા મળી રહ્યો છે. જ્યારે પહેલા અલ્લુએ સાદો ટી-શર્ટ પહેર્યો હતો, બાદમાં તે હૂડી પહેરીને બહાર આવ્યો હતો. જેના પર લખ્યું હતું- ફ્લાવર નહીં ફાયર હૈ.
પોલીસે થિયેટરના માલિક અને ઈન્ચાર્જની કરી ધરપકડ
આ ઘટનામાં અલ્લુ અર્જુનની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. અલ્લુ અર્જુને (Allu Arjun Arrested) તેમની સામે નોંધાયેલી FIR રદ કરવા માટે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. મહિલાના પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે 5 ડિસેમ્બરે અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સાથે થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકના પરિવારની ફરિયાદના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અભિનેતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી પોલીસે થિયેટરના માલિક અને તેના ઈન્ચાર્જની પણ ધરપકડ કરી હતી.
વધુ વાંચો : હૈદરાબાદ પોલીસને અલ્લુ અર્જુનના આગમનની કરાઇ હતી જાણ, તેમ છતાં થઇ નાસભાગ, ભૂલ કોની?
ભૂલ કોની
થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે તેઓએ અભિનેતાના આગમનના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. થિયેટર મેનેજમેન્ટનું કહેવું છે કે પુષ્પા 2 ના પ્રમોશન દરમિયાન તેઓએ પોલીસને અલ્લુ અર્જુનના આગમન વિશે લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં પોલીસે આ મામલે કોઈ નક્કર પગલાં લીધાં નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT