અંબાજી મંદિરમાં પૂજારીના હક્કના વિવાદ મુદ્દે રાજ્ય સરકારને નિર્ણય લેવા હાઇકોર્ટે હુકમ કર્યો છે, 1 માર્ચ સુધી સરકાર અંતિમ નિર્ણય લે તેવો કર્યો આદેશ
અંબાજી મંદિરમાં પૂજારીના હક્કનો વિવાદ
મંદિરમાં પૂજાના હક્ક મુદ્દે રાજ્ય સરકારને નિર્ણય લેવા હાઇકોર્ટનો હુકમ
કોર્ટે 1 માર્ચ સુધી સરકાર અંતિમ નિર્ણય લે તેવો કર્યો આદેશ
વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં પૂજારી હક્કનો વિવાદ સર્જાયો છે. આ વિવાદને હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. દેવીપ્રસાદ કાંતિલાલ ઠાકરે હાઈકોર્ટમાં અરજી કરીને કાયદેસરની નિમણૂકમાં ઠાકર પરિવારને વારસો આપવાની માંગ કરી હતી. અરજીમાં વારસાગત પરંપરા મુજબ અધિકાર લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં પૂજારીના હક્કનો વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
અંબાજી મંદિરની ફાઈલ તસવીર
અંબાજી મંદિરમાં પૂજારીના હક્કનો વિવાદ
અંબાજી મંદિરમાં પૂજાના હક્ક મુદ્દે રાજ્ય સરકારને નિર્ણય લેવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. કોર્ટે 1 માર્ચ સુધી સરકાર અંતિમ નિર્ણય લે તેવો આદેશ કર્યો છે. માતાજીની પૂજાનો વારસાગત અધિકાર હોવાની અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે. એક જ પરિવારના અલગ અલગ સભ્યોને વારાફરતી પૂજાનો અધિકાર હોવાની રજૂઆત પણ કરી છે. પિતા અને ભાઈના મૃત્યુ બાદ પૂજાનો પોતાનો અધિકાર હોવાની અરજદારે રજૂઆત કરી છે. 1 માર્ચ સુધી સરકાર નિર્ણય લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
અંબાજી મંદિરની ફાઈલ તસવીર
ભાઈઓ વચ્ચેના વિવાદને લઈ હાઈકોર્ટમાં અરજી થઈ હતી
સરકારે અંબાજી મંદિરમાં પૂજા અંગે ટ્રસ્ટના બનાવેલા નવા નિયમો મુજબ મંદિરની સેવા પૂજાનો અધિકાર સરકારે કાંતિલાલ ઠાકરને આપ્યો હતો. વર્ષ 1984માં કાંતિલાલ ઠાકરનું અવસાન થતાં તેમના વીલ મુજબ તેમના બે પુત્રો મહેન્દ્રકુમાર ઠાકર અને દેવીપ્રસાદ ઠાકર પૈકી મોટા પુત્ર મહેન્દ્ર કુમારે પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
કાયદેસરની નિમણૂકમાં ઠાકર પરિવારને વારસો આપવા કોર્ટમાં માંગ કરાઈ હતી
જોકે, મહેન્દ્ર કુમારનું થોડા સમય પહેલા નિધન થતાં તેમના બે દીકરાઓએ પૂજારી તરીકેનો વહીવટ મેળવવા સરકારમાં અરજી કરી હતી. તો તેમની સામે કાંતિલાલ ઠાકરના નાના દીકરા દેવીપ્રસાદે પણ હાઈકોર્ટમાં અરજી કરી હતી.