બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / નિત્યસ્વરૂપ સ્વામીના નિવેદનથી પાટીદાર સમાજમાં રોષ, સુરત પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ
Last Updated: 03:18 PM, 2 February 2025
સરધારના નિત્યસ્વરૂપદાસ સ્વામીનો બફાટ સામે આવ્યો હતો. જેમાં અલગ અલગ જાતિઓને નિત્યસ્વરૂપ દાસનો બફાટ જોવા મળ્યો હતો. આ ઘટના મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્જાઇ હતી. જેમાં પટેલ સમાજ અંગે બોલતા પોલીસમાં નિત્યસ્વરૂપ દાસ સામે અરજી કરવામાં આવી હતી. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નિત્યસ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પટેલ સમાજ અંગે વિવાદિત નિવેદન
મળતી માહિતી મુજબ પટેલ સમાજ સરધારના નિત્યસ્વરૂપદાસ સ્વામીએ બફાટ કરતા સુરતના બાબુભાઈ ગજેરાએ નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે આક્ષેપ લગાવ્યા હતા. જેમાં પટેલ સમાજ અંગે વિવાદિત નિવેદન આપવાના આક્ષેપ મુકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : ગાંધીનગરથી આજે મહાકુંભ માટે બસ રવાના, મુખ્યમંત્રીના હસ્તે બસનું પ્રસ્થાન
આ અંગે સ્વામી નિવેદનમાં 100 પટેલિયા ભેગા થાય ત્યારે 1 વાળી જેટલી બુદ્ધિ થાય તેવુ બોલ્યા હતા, 100 વાણીયા ભેગા થાય ત્યારે 1 ઠક્કર જેટલી બુદ્ધિ થાય આવી વાત સ્વામીએ કરી હતી, ત્યારે આવી વાત કરવાના કારણે સ્વામીના આવા નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. જેમાં તેઓએ આવા લોકોને ઘરભેગા કરવા જોઇએ તેમ ફરિયાદીએ જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.