Controversy over IPL offline tickets continues for the second day in a row
SHORT & SIMPLE /
'ચાર-ચાર કલાક ઊભા રહ્યા, બ્લેકમાં વેચે છે ટિકિટ': અમદાવાદમાં IPL ફેન્સનો હોબાળો
Team VTV03:36 PM, 22 Mar 23
| Updated: 03:40 PM, 22 Mar 23
IPLની ઓફલાઈન ટિકિટને લઇ સતત બીજા દિવસે વિવાદ યથાવત્ છે. SG હાઇવે પર આવેલી BOX ઓફિસ બંધ હોવાથી ક્રિકેટરસિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઓફલાઈન ટિકિટને લઈને વિવાદ યથાવત્
BOX ઓફિસ બંધ હોવાથી પરત ફર્યા ક્રિકેટરસિકો
ટિકિટો ન મળતા ક્રિકેટરસિકોમાં રોષ
અમદાવાદમાં IPLની ટિકિટ મળતી નથી, જેને લઈ ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. SG હાઈવે પર આવેલ BOX ઓફિસ બંધ હોવાથી ક્રિકેટ ચાહકોએ આજે પણ હોબાળો મચાવ્યો હતો. ગઈકાલે ટેકનિકલ ખરાબીના કારણે ક્રિકેટરસિકોને ટિકિટ ન મળતા આજે ફરી ક્રિકેટરસિકો SG હાઇવે પર આવેલી BOX ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જોકે, ઓફિસ બંધ હોવાથી ક્રિકેટરસિકો લાલઘુમ થઈ ગયા હતા. ટિકિટ ન મળતા ક્રિકેટ ચાહકોએ હોબાળો મચાવ્યો હતો.
BOX ઓફિસ પર રહેલા વ્યક્તિઓ આપી રહ્યાં છે આડા-અવળા જવાબ
ક્રિકેટરસિકોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, અમે સવારના 9.30 વાગ્યાના અહીં આવી ગયા છીએ, પરંતુ હજુ સુધી અહીં કોઈ આવ્યું નથી. ગઈકાલે પણ અમે ચાર કલાક સુધી અહીં ઉભા રહ્યા હતા. BOX ઓફિસ પર રહેલા વ્યક્તિઓ અલગ-અલગ જવાબ આપી રહ્યા છે.
ટિકિટ ન મળતા રોષ
31 માર્ચના રોજ અમદાવાદમાં IPLની ઓપનિંગ સેરેમની યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની લઈ ક્રિકેટ ચાહકોમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ વચ્ચે આ પ્રથમ મેચ રમાવાની છે. ક્રિકેટ ચાહકોને પ્રથમ મેચની ટિકિટ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. સવા લાખની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની ટિકિટ ન મળતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે..
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે મેચ
આ વખતે IPLમાં ઓપનિંગ મેચ અમદાવાદમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે.
આ વખતે કુલ 70 લીગ મેચો રમાશે
IPL 2023 સિઝનની ઓપનિંગ મેચ અમદાવાદમાં રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં 10 ટીમોની વચ્ચે કુલ 70 લીગ મેચો રમાશે. આ દરમિયાન ફેન્સને 18 ડબલ હેડર જોવા મળશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે.
2 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
IPL 2022માં ગુજરાત ટાઇટન્સે ટાઇટલ જીત્યું હતું. ગુજરાત ટાઇટન્સે ફાઈનલ મેચમાં સંજુ સેમસનની કેપ્ટશિપવાળી રાજસ્થાન રોયલ્સની ટીમને હરાવી હતી. આ વખતે માત્ર ગુજરાતની ટીમ જ ટૂર્નામેન્ટની આપનિંગ મેચ રમશે. જ્યારે આ વખતે રાજસ્થાનની ટીમ તેની પ્રથમ મેચ 2 એપ્રિલે રમશે. તે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે.
IPL 2023ની પ્રથમ 5 મેચ
- ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ, 31 માર્ચ
- પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ, 1 એપ્રિલ
- લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ, 1 એપ્રિલ
- સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ, 2 એપ્રિલ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ, 2 એપ્રિલ
10 ટીમો 12 સ્થળો પર કુલ 70 લીગ મેચ રમશે
IPL 2023ની મેચો કુલ 12 સ્થળો પર રમાશે. આ વખતે ગુવાહાટી, ધર્મશાળામાં પણ IPL મેચો યોજવાની છે. આ વખતે મેચો અમદાવાદ, મોહાલી, લખનઉ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાશે.