Controversy over cover of Sardar statue in Chowk to light Holi in Chikhodara village of Anand
આમ કેમ? /
હોલિકા દહન: આણંદના ચીખોદરા ગામે સરદારની પ્રતિમા ઢાંકી દેવાતા વિવાદની જ્વાળાઓ ઉઠી, આયોજન સામે અનેક સવાલ
Team VTV06:51 PM, 17 Mar 22
| Updated: 08:48 PM, 17 Mar 22
આણંદના ચીખોદરા ગામે હોળી પ્રગટાવવા ચોકમાં આવેલી સરદારની પ્રતિમાં પતરાથી ઢંકાતા વિવાદની ઊભો થયો છે કે કેમ અન્ય જગ્યા હોવા છતાંય અહીં જ આયોજન થયું
આણંદમાં સરદારની પ્રતિમાને લઈ વિવાદ
પ્રતિમાની નજીક હોળી પ્રગટાવવા મુદ્દે વિવાદ
હોળી પ્રગટાવવા નજીકની પ્રતિમાં ઢંકાઈ'
આજે ગુજરાતમાં ગામડાઓથી માંડી શહેરની સોસાયટીઓ સુધી દરેક જગ્યાએ બધા એક મેક થઈ હોલિકા દહનના કાર્યક્રમ કરી હોળીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આણંદના ચીખોદરા ગામે સરદારની પ્રતિમા પતરાથી ઢંકાતા વિવાદ ઊભો થયો છે. આ ગામના ચોકમાં સરદાર પટેલની પ્રતિમા મુકાઇ છે. પણ હોલિકા દહન માટે પ્રતિમાને પતરાં ઢાંકી દેવામાં આવ્યા છે. અને તએની નજીક જ મોટી રીતે હોળી પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય જગ્યા હોવા છતાં પ્રતિમાની નજીક હોલિકા દહનનો કાર્યક્રમ
દર વર્ષે પ્રતિમાની નજીક હોળી પ્રગટાવવામાં આવતા તેણે સુરક્ષિત રાખવા ઢાંકવામાં આવી હોય તેવુ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે પણ સરદાર પટેલ ગુજરાતના ગૌરવ સમાન છે તેમની પ્રતિમા ઢાંકી હોલિકા દહનનો કાર્યક્રમ કરવોએ કોઈ સમાજ તેમજ ગુજરાતવાસીઓને લાગણીને ઠેસ પહોંચાડી શકે છે. ગામમાં અન્ય જગ્યા હોવા છતાં પ્રતિમાની નજીક હોળી પ્રગટાવાય છે ત્યારે પંચાયતની દરવર્ષની પરંપરા સામે હવે સવાલો ઉઠી રહ્યા છે
સરદાર સાહેબની પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે આગળ પતરાં મૂક્યા: ગામ આગેવાન
ચીખોદરા ગામે હોળીના તહેવારની ઉજવણી અને હોલિકા દહનનો કાર્યક્રમ છે આજે મેદાનમા સરદારની પ્રતિમા નજીક પતરાં મારવામાં આવ્યા છે. જેમાં અન્ય કોઈ નહીં પણ સરદાર સાહેબની પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે મૂર્તિને ઢાંકવામાં નહીં પણ આગળ સેફટી દિવાલ તરીકે પતરાં મૂકવામાં આવ્યા છે.
ગામમાં કોઈ સમાજને કોઈ પણ સાથે વિવાદ ચાલતો નથી. બધા એકમેક થઈને આ કાર્યક્રમમાં ભાગ લે છે તેથી વિવાદની કોઈ વાત નથી પ્રતિમાની સુરક્ષાની વાત છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
એક સંપ થઈ હોલિકા દહન કરીએ છીએ.
હોળી પ્રગટાવવા માટે અન્ય સ્થળ ન મળે?
સરદારની પ્રતિમા ઢાંકવાની નોબત કેમ આવે?
હોળીની અગનજ્વાળાથી પ્રતિમાને નુકસાન થાય
સરદારની પ્રતિમા પાસે જ હોળી કેમ પ્રગટાવવી પડે?
માથાભારે શખ્સો સામે કેમ તંત્ર મૌન છે?
પંચાયતની પરંપરા કેમ સવાલો ઉભા થાય તેવી છે?
સરદાર પટેલની પ્રતિમાને ઢાંકવી પડે તે કેટલું વ્યાજબી?
શું હોળી જેવા તહેવારોની આડમાં કોઇ અન્ય ખેલ રમાઇ રહ્યો છે?