બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:55 PM, 19 April 2025
Donald Trump Brush: ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે વિવાદ છે. બંને દેશો એકબીજા પર શાબ્દિક ટપાટપી કરી રહ્યા છે. ગઈકાલે, ચીની સોશિયલ મીડિયા પર એક AI જનરેટ કરેલો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને જૂતા બનાવતા બતાવવામાં આવ્યા હતા. ફરી એકવાર ટ્રમ્પની મજાક ઉડાવતું ચીની ટોઇલેટ બ્રશ બેસ્ટ સેલર બન્યું છે.
ADVERTISEMENT
બ્રશ ધડાધડ વેચાઇ રહ્યા છે
ટ્રમ્પ જેવા જ પીળા કલરના પીછા ધરાવતું આ ચીની બ્રશ ન માત્ર ઇન્ટરનેટ પર વાયરલ છે પરંતુ બેસ્ટ સેલર બની ચુક્યું છે. ટેરિફ વોરના અણધાર્યા પ્રતીક બની ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીની લોકો તેનો ઉપયોગ અમેરિકન રાષ્ટ્રપતિની મજાક ઉડાવવા માટે કરે છે. જો કે ટ્રમ્પ ટોઇલેટ બ્રશ નવું નથી, તેનો ઉપયોગ પહેલા પણ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન આ પહેલીવાર બ્રશ બનાવાયું હતું.
ADVERTISEMENT
હેરસ્ટાઇલની ડિઝાઇન બનાવવામાં આવી છે
આ બ્રશમાં પીછડા ટ્રમ્પના વાળ જેવા કલરના રાખવામાં આવ્યા છે. ટ્રમ્પની સિગ્નેચર હેરસ્ટાઇલ ડિઝાઇનના ભાગ રૂપે બ્રશની ઉપર રાખવામાં આવી છે. નીચે તેમનો ચહેરો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. શરૂઆતમાં ચીની ફેક્ટરીઓ દ્વારા યુએસ રાષ્ટ્રપતિની વૈશ્વિક ખ્યાતિનો લાભ લેવા માટે આ બનાવાયા હતા. જો કે, આજે ચીનમાં ઘણા લોકો તેને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલા ટ્રેડ વોર માટે એક હથિયાર તરીકે ગણી રહ્યા છે.
ટ્રમ્પ ટોઇલેટ બ્રશની માંગમાં અચાનક વધારો
ટ્રમ્પ ટોઇલેટ બ્રશની માંગમાં વધારો પૂર્વી ચીનના યીવુ શહેરથી થયો છે. જે સસ્તા પ્લાસ્ટિક ઉત્પાદનો બનાવતી ફેક્ટરીઓના વિશાળ નેટવર્ક માટે જાણીતું છે. ચીનની ફેક્ટરીઓ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા વધતા ટેરિફનો સામનો કરી રહી છે, ત્યારે યીવુ શહેર આર્થિક બદલાના એક સ્વરૂપની આસપાસ ફરી રહ્યું છે. સ્થાનિક વિક્રેતાઓના વેચાણ અહેવાલો દર્શાવે છે કે ટ્રમ્પ-થીમ આધારિત ટોઇલેટ બ્રશના ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે. જેની કિંમત 13.9 યુઆન ($1.9) થી 18.9 યુઆન ($2.6) સુધીની છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયું બ્રશ
આ અઠવાડિયે ચીનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રોડક્ટ વાયરલ થઈ રહી છે. જેનાથી અમેરિકા-ચીન સંબંધો પરના વિવાદમાં વધુ વધારો થયો છે. વધતા ટેરિફથી ચીની અને અમેરિકન ઉદ્યોગો બંને પર ભારે અસર પડી છે. જેનાથી માત્ર વ્યવસાયોને જ નુકસાન થયું નથી, પરંતુ ચીનમાં અમેરિકા વિરોધી ભાવના પણ વધી છે. ચીની મીડિયા વ્યાપક જાહેર અસંતોષના અહેવાલો સામે આવી રહ્યા છે. કેટલાક વ્યવસાયો અમેરિકન કંપનીઓ અને નાગરિકો સામે સીધો બદલો લેવાનું પસંદ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.