બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હિંમતનગરના MLA વિરૂદ્ધ અભદ્ર પોસ્ટ વાયરલ થતા વિવાદ, નોંધાઇ ફરિયાદ
Last Updated: 10:00 AM, 13 July 2024
હિંમતનગરનાં ધારાસભ્ય વી.ડી.ઝાલા સામે કરાયેલી અભદ્ર પોસ્ટ વાયરલ થતા અનેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ પોસ્ટમાં હિંમતનગરનાં છાપરીયા રોડ પર આવેલ અનંતેશ્વર મંદિર તોડી નાંખવાનો કારસો રચ્યાનો પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આ પોસ્ટ વાયરલ કરનાર સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ADVERTISEMENT
પોલીસે તપાસ હાથ ધરી એક શખ્સની અટકાયત કરી
ADVERTISEMENT
પોસ્ટમાં ધારાસભ્ય સામે અભદ્ર શબ્દોનાં ઉપયોગને લઈ વિવાદ સર્જાયો છે. આ મામલે મંદિરનાં ટ્રસ્ટ્રી અને કર્મચારીને પોસ્ટ અંગે માહિતી મળતા તેઓએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા પોસ્ટ કરનાર ઉમંગ પંચાલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટ કરનાર ઉમંગ પંચાલ અગાઉ ભાજપ જીલ્લા કાર્યાલયમાં સોશિયલ મીડિયા માટે ફોટોગ્રાફી કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.