કોંગ્રેસ સાંસદ હુસૈન દલવાઈનું રામ-સીતા પર વિવાદિત નિવેદન

By : vishal 03:09 PM, 10 August 2018 | Updated : 03:09 PM, 10 August 2018
આજે સંસદ ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે અને મુસ્લિમ મહિલાઓ દ્વારા ત્રિપલ તલાકનું બિલ રજૂ કરતી વખતે કોંગ્રેસના સાંસદ હુસેન દલવાઈએ રામ અને સીતા પર વિવાદિત નિવેદન આપ્યું છે. 

હુસેન દલવાઈએ જણાવ્યું કે, શંકાના આધારે શ્રીરામે પણ સીતાનો ત્યાગ કર્યો હતો. દરેક ધર્મમાં પુરૂષનું વર્ચસ્વ છે તો ઈસ્લામ પર સવાલ કેમ? 

તમને જણાવી દઇયે કે, અગાઉ કોંગ્રેસે આ બિલમાં કેટલીક ખામીઓ દર્શાવી હતી. જે બાદ બિલમાં સુધારા પણ કરવામાં આવ્યા છે. બિલમાં ત્રિપલ તલાકને ગેરકાયદે તો માનવામાં આવ્યું જ છે પણ સુધારા મુજબ હવે મેજિસ્ટ્ટ્રેને જામીન આપવાનો અધિકાર હશે. 

સાથો સાથ આ બિલમાં એક સુધારો એવો પણ કરવામાં આવ્યો છે કે, જેમાં પીડિતાના સબંધી એટલે કે, પીડિતા સાથે લોહીના સબંધ ધરાવતા સબંધી પણ આ મુદ્દે ફરિયાદ કરી શકે છે.  Recent Story

Popular Story