Controversial statement of gujarat Congress in-charge Raghu Sharma regarding the Kashmir file film
એજન્ડા /
ધ કશ્મીર ફાઈલ પર રાજકીય ઘમાસાણ: હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારીના વિવાદિત નિવેદનથી ગરમાવો, જુઓ એવું તો શું બોલી ગયા
Team VTV04:12 PM, 25 Mar 22
| Updated: 04:15 PM, 25 Mar 22
કેજરીવાલ બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ કશ્મીર ફાઈલ પર આપ્યું વિવાદિત નિવેદન કહ્યું હિન્દૂ-મુસ્લિમ ઝગડે એ માટે ફિલ્મ બનાવડાવી
કશ્મીર ફાઇલ અંગે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું વિવાદિત નિવેદન
ધ કશ્મીર ફાઇલ ફિલ્મ ભાજપે બનાવડાવી : રઘુ શર્મા
ભાજપના ધારાસભ્યો અને સાંસદો ફિલ્મના પોસ્ટર લગાવે છે
ગઇકાલે અરવિંદ કેજરીવાલે ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને લઈને BJP અને વિવેક અગ્નિહોત્રીને ટોણો માર્યો હતો. જે બાદ હવે કોંગ્રેસ પણ બળતામાં ઘી હોમી દીધું છે. અને ધી કશ્મીર ફાઇલ ફિલ્મ ભાજપ બનાવડાવી હોય તેવો આરોપ કર્યો છે.
હિન્દુ-મુસ્લિમ ઝગડે એ માટે ફિલ્મ બનાવડાવી: રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી
ત્યારે આજે કશ્મીર ફાઇલ અંગે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ વિવાદિત નિવેદન આપ્યું છે. રઘુ શર્માએ કહ્યું કે, ધ કશ્મીર ફાઇલ ફિલ્મ ભાજપ બનાવડાવી છે. હિન્દુ-મુસ્લિમ ઝગડે એ માટે ફિલ્મ બનાવડાવી છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદો ફિલ્મના પોસ્ટર લગાવે છે. ભાજપ ઈચ્છે છે કે તેઓ ફિલ્મથી પોતાના રાજકીય એજન્ડા પૂર્ણ કરે..
યૂ ટ્યૂબ પર જ અપલોડ કરી દો ધ કશ્મીર ફાઈલ્સ - કેજરીવાલ
કેજરીવાલનું કહેવું છે કે હરિયાણામાં BJPનાં MLAએ એલાન કર્યું હતું કે તેઓ પાર્કમાં ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ ફ્રીમાં બતાવશે કે તરત જ વિવેક અગ્નિહોત્રીનું ટ્વીટ આવ્યું કે આ પ્રકારે ફ્રીમાં સ્ક્રીનીંગ એક ક્રાઈમ છે. આગળ કેજરીવાલ કહે છે કે કશ્મીરી પંડિતોનાં નામ પર લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે અને તમને પોસ્ટર લગાવવાનું કામ આપી દીધું છે. હવે તો આંખો ખોલો. ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની પણ શું જરૂર છે, સીધી યૂ ટ્યૂબ પર ઉપલોડ કરી દો એટલે ફ્રી થઇ જશે.
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પણ ઉઠાવ્યા સવાલ
દિલ્લી નગરપાલિકાની ચૂંટણીને પાછી ઠેલાવાના મામલે દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતાં. તેમજ તેમણે ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્લી વિધાનસભામાં આ પ્રહાર કર્યા હતાં અને જણાવ્યુ હતું કે ભાજપના લોકો ડરપોક છે, હિમંત હોય તો ચૂંટણી લડી બતાવે. પ્રધાનમંત્રીએ વિવેક અગ્નિહોત્રીનું શરણ લેવું પડ્યું, તેનો અર્થ એ છે કે પ્રધાનમંત્રીએ 8 વર્ષમાં કોઇ કામ કર્યુ નથી.
અરવિંદ કેજરિવાલની કોમેન્ટ બાદ સોશિયલ મીડિયામાં ધમાસાણ
વિવાદિત નિવેદન બાદ સોશિયલ મીડિયા પર કેજરિવાલ ટ્રોલ થઈ રહ્યા છે. ફિલ્મ અભિનેતા અનુપમ ખેર સહિત અનેક લોકોએ કેજરિવાલની આલોચના કરી છે. સમગ્ર મામલે ભાજપ નેતાઑએ પણ આકારા પ્રહાર કરવાનું શરૂ કર્યું છે.પ્રિતિ ગાંધી કહી રહ્યા છે કે 10 વર્ષથી વધુના પોતાના રાજનીતિક જીવનમાં મે ક્યારેય આનાથી વધુ ઘૃણિત, શર્મનાક અને બર્બર કશુ જ નથી જોયુ. તો ભાજપ નેતા વિનોદ ચાવડાએ તંજ કસ્યો છે અને કહ્યું છે કે કશ્મીરી પંડિતોના દર્દ પર હંસવા પર જનતા તમને ક્યારેય માફ નહી કરે.
ધ કશ્મીર ફાઈલ્સે 200 કરોડની કમાણી કરી તોડ્યો રેકોર્ડ
જાણીતા ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી ધ કશ્મીર ફાઈલ્સના ભારતીય બૉક્સ ઓફિસ કલેક્શનની રેકોર્ડબ્રેક કમાણીનો આંકડો રજૂ કર્યો છે. તરણે લખ્યું, ધ કશ્મીર ફાઈલ્સે 200 કરોડનો આંકડો પાર કર્યો છે. સૂર્યવંશીના બિઝનેસને પણ ક્રોસ કરી કોરોના મહામારીમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઇ છે. બીજા અઠવાડિયે શુક્રવારે 19.15, શનિવારે 24.80 કરોડ, રવિવારે 26.20 કરોડ, સોમવારે 12.40 કરોડ, મંગળવારે 10.25 કરોડ, બુધવારે 10.03 કુલ 200.13 કરોડનો ભારતમાં વેપાર.