કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- પાણી નહીં મળે તો ખેડૂતો બનશે હિંસક

By : hiren joshi 10:59 AM, 12 July 2018 | Updated : 10:59 AM, 12 July 2018
વાવઃ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખેડૂતોને લઈને વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતુ. ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, નર્મદાના અધિકારીઓને દરેક ભાષામાં જવાબ આપવાની વાત કરી છે.

જો ખેડૂતોને બે દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતો હિંસક બનશે. હિંસક ખેડૂતો સરકારી મિલકતોને નુકસાન કરશે તો જવાબદારી તંત્રની રહેશે. 2 દિવસમાં પાણી નહીં મળે તો કેનાલો પર જઈને ધરણા કરીશું.મહત્વનું છે કે, ધારાસભ્ય ગેનીબેને નર્મદા કેનાલમાં પાણી છોડાવ મુદ્દે આ નિવેદન આપ્યું હતું. ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી ન મળતા સરહદી વિસ્તારની સ્થિતિ કથળી રહી છે. ત્યારે ધારાસભ્ય ગેનીબેન દ્વારા નર્મદા કેનાલનું પાણી મળી રહે તે માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વિવાદસ્પદ નિવદેન આપ્તા કહ્યું હતું કે, ખેડૂતોને પાણી નહીં મળે તો ખેડૂતો હિંસક બનશે.

ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ગેનીબેનનું આ પ્રથમ વિવાદાસ્પદ નિવેદન નથી. તેઓ અગાઉ પણ આ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે. ત્યારે હવે ગેનીબેને કહ્યું હતું કે જો પાણી નહિ મળે તો ભૂખ હડતાળ કરીશું.

ગેનીબેન ઠાકોરનું વધુ એક વર્ગ-વિગ્રહ કરાવતુ વિવાદિત નિવેદનRecent Story

Popular Story