બિહાર /
જેને ભારતમાં ડર લાગતો હોય તે અફઘાનિસ્તાન જતા રહે, ત્યાં પેટ્રોલ પણ સસ્તુ : ભાજપ ધારાસભ્ય
Team VTV05:23 PM, 18 Aug 21
| Updated: 05:45 PM, 18 Aug 21
બિહારમાં ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે કહ્યું કે જે લોકોને ભારતમાં ડર લાગી રહ્યો છે, તે અફઘાનિસ્તાનમાં રહેવા જતા રહે ત્યા પેટ્રોલ ડિઝલ પણ સસ્તુ છે. તેમના આ વિવાદીત નિવેદનને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.
અગાઉ સપાના ધારાસભ્યએ તાલિબાનને સમર્થન આપ્યું હતું.
તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવી લીધા બાદ ભારતના રાજનેતાઓએ પોતાના મંતવ્ય આપવાના શરૂ કરી દીધું છે. પહેલા સપાના સાંસદ શફીકુર્રહમાન બર્કે તાલિબાનને સમર્થન આપ્યું જેના કારણે ભારે વિવાદ થયો હતો. સાથેજ તેની સામે કેસ પણ થયો. ત્યારે વધુંમાં ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે એવું નિવેદન આપ્યું કે જેનવા કારણે વિવાદ વકર્યો છે.
ભાજપના ધારાસભ્યએ આપ્યું વિવાદીત નિવેદન
બિહાર ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે કહ્યું કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતીની ભારત પર કોઈ અસર નહી થાય. પરંતુ જે લોકોને ભારતમાં ડર લાગી રહ્યો છે. તે લોકો અફઘાનિસ્તાનમાં રહેવા જઈ શકે છે. વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે ત્યા પેટ્રોલ ડિઝલ પણ ઘણું સસ્તું છે.
જેડીયૂના નેતાની અફઘાનિસ્તાન મામલે ટિપ્પણી
જેડીયૂના નેતા ગુલામ રસૂલ બલિવાયી દરેક ધર્મના લોકોને ભારત લાવવા માટે નિવેદન આપ્યું હતું. જે મામલે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે એવું કીઘું કે ધર્મના નામે દેશ વહેચાઈ ગયો અને આ લોકો ફરી એવું કરી રહ્યા છે. વધુંમાં તેમણે કહ્યું કે જો ભારતના લોકો નહી સંભાળી શકાય તો અહીયા પણ અફઘાનિસ્તાન અને તાલિબાન બની જશે. જેથી અફઘાનિસ્તાનની પરિસ્થિતી પર લોકો કઈક એવું તેમણે કહ્યું હતું.
સપા સાંસદ સામે કેસ થયો
ઉત્તરપ્રદેશમાં સપાના સાસંદ શફીકુર્રહમાન બર્કે મંગળવારે તાલિબાનને સમર્થન આપતા કહ્યું કે તેમણે દેશને આઝાદ કરાવ્યો. સાથેજ તેમણે કહ્યું કે હિન્દુસ્તાનમાં જ્ચારે અંગ્રેજો રાજ કરતા હતા. ત્યારે તેમને હટાવા આપણે ઘણો સંઘર્ષ કર્યો હતો. ઠીક તેજ રીતે તાલિબાને પણ તેમના દેશને આજાદ કરાવ્યો છે. તેમણે અમેરિકા જેવી મહાસત્તાને પણ તેમના દેશમાં ન રોકાવા દીધી. જેથી તેમની સામે ગુનો દાખલ થયો હતો.