બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Controversial murals in Salangpur to be removed before sunrise tomorrow, Vadtal saints announce

સાળંગપુર / BIG BREAKING: આવતીકાલે સૂર્યોદય પહેલા સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવાશે, વડતાલના સંતોની જાહેરાત

Last Updated: 10:59 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salangpur Temple Controversy News: સ્વામી પરમાનંદજીએ જણાવ્યું કે, આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવાશે, વિવાદ પૂર્ણ કરવા માટે અમે કટિબધ્ધ છીએ

  • સાળંગપુર ભીંતચિત્રોના વિવાદનો ઉકેલ આવ્યો
  • સ્વામિનારાયણના સંતો અને VHPની બેઠક બાદ નિર્ણય
  • આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવાશે: સ્વામી પરમાનંદજી

Salangpur Temple Controversy: સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદનો ઉકેલ આવી ગયો છે. જે ભીંતચિત્રોનો વિવાદ સરકાર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને VHPના આગેવાનો સાથે મહત્વની બેઠક થઈ હતી. જે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી વકરેલા વિવાદનો ઉકેલ આવ્યો છે. તો બીજી તરફ કેટલાક સાધું સંતો આ એવા પણ નિવેદનો આવ્યા છે કે, આવતીકાલની લીંબડીની બેઠક યથાવત્ જ રહેશે. લીંબડી સાધુ સંતોની બેઠક પહેલા કોઈ નિર્ણય લેવાય નહી

જુઓ સંપૂર્ણ ઠરાવ

સ્વામી પરમાનંદજીએ જણાવ્યું કે, આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવાશે. સમાજમાં સમરસતા સ્થાપવા બેઠક કરવામાં આવશે તેમજ કોઈએ વિવાદાસ્પદ વાણીનો ઉપયોગ ન કરવો. આ વિવાદનો પૂર્ણ વિરામ લાવવા પહેલ થઈ છે. અત્રે જણાવી દઈએ કે, સ્વામિનારાયણ સંતો, સ્વામી વડતાલ તેમજ વી એચ પીના સંતોની આજે શિવાનંદ આશ્રમમાં મીટીંગ થઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના તત્વધાનમાં શ્રી શિવાનંદ આશ્રમ ખાતે હિંન્દુ ધર્મના આચાર્યો/સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદભાવના બેઠક થઈ હતી. લગભગ બેઠક બે કલાક ચાલી હતી. જેમાં 5 પાંચ ઠરાવ કરવામાં આવ્યા છે.

પાંચ ક્યા ક્યાં ઠરાવ કરાયા 
1. વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદીક સનાતન ધર્મનું એક અંગ જ છે અને વૈદિક ધર્મની પરંપરાઓ અને પૂજા પદ્ધતીઓ, હિન્દુ આચરોનું આદરપૂર્વક પાલન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઈચ્છતું નથી તેથી અમે એ જણાવી છીએ.
 
2. સાળંગપુર મંદિર ખાતેના જે ભીંતચિત્રોથી લાગણી દુભાઈ છે, તે ભીંતચિત્રોને કાલે સૂર્યોદય થતા પહેલા તે લઈ લેવામાં આવશે.

3.સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા વિવાદસ્પદ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ સનાતન ધર્મના આચાર્યો/સંતો સાથે વિચાર પરામર્શ બેઠક ટૂક સમયમાં યોજાશે. સમાજમાં વિસંવાદીતતા દૂર કરવા માટે અમે કટીબધ્ધ છીએ. આ ઉદેશ્યને પૂર્ણ કરવા માટે દ્વારકા પીઠાધીશ્વર શંકારાચાર્ય પરમ પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી તેમજ વડતાલ ગાદીપતી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બેઠક કરવામાં આવશે.

4.વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તેમજ વડીલ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે, કોઈએ વિવાદસ્પદ વાણી વીલાસ કરવો નહી

5. વિશ્વ હિન્દુ પરિષદ સંતોના ચરણોમાં તથા હિન્દુ સમાજને કરબદ્ર પ્રાર્થના કરે છે. આ વિવાદને પૂર્ણ ઉકેલ લાવવા માટે સક્રિય પહેલ થયેલ છે. તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે


 

સંકળાયેલા મુદ્દાઓ

Salangpur Temple Salangpur Temple Controversy Salangpur Temple Controversy News સાળંગપુર વિવાદ સાળંગપુર વિવાદ ઉકેલાયો Salangpur Temple Controversy News
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ